Get The App

ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ, સરકારે બનાવી કમિટી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 'ઉચ્ચ-સ્તરીય તપાસ શરુ'

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ, સરકારે બનાવી કમિટી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 'ઉચ્ચ-સ્તરીય તપાસ શરુ' 1 - image
Image Source: IANS

Indigo Crisis: સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ સરકાર હરકતમાં આવી છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. ત્યારબાદ હવે ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

DGCAએ ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આપ્યા આદેશ

DGCAએ ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કમિટી 15 દિવસમાં DGCAને પોતાનો રિપોર્ટ સોંપશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તમામ ખામીઓની તપાસ કરવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં DGCAના સીનિયર અધિકારી સામેલ છે.

આ પણ વાંચો: ઇન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ

ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરુ કરી દેવાઈ: નાગરિક ઉડ્ડયન મંત્રી

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં મોડું થવું અને કેન્સલ થવાના કારણે થઈ રહેલી મુશ્કેલીઓની એક ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરુ કરી દેવાઈ છે. જવાબદારી નક્કી કરાશે અને ભવિષ્યમાં એવી મુશ્કેલીઓને રોકવા માટે મહત્ત્વના પગલા ભરવામાં આવશે. મુસાફરોની સુવિધા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે.'

વઘુમાં તેમણે કહ્યું કે, 'સરકાર પરિસ્થિતિને સામાન્ય કરવા માટે તાત્કાલિક અને મોટા પગલાં ભરી રહી છે. ઉચ્ચ-સ્તરીય તપાસ થઈ રહી છે. 3 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. હવે જ્યારે નવા નિર્દેશ લાગુ કરી દેવાયા છે તો ફ્લાઇટ્સનું શેડ્યુલ કાલથી સ્થિર થવા લાગશે.'

આ પણ વાંચો: MH370નું રહસ્ય ખુલશે! 10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ