Get The App

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક 1 - image


Indigo New CEO: ભારતની જાણીતી એરલાઇન ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ) આજે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે વિલિયમ વોલ્શ ઉર્ફે વિલીને નવા CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક અત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સુરક્ષા મંજૂરીને આધીન રહેશે, જે બાદ તેઓ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે.

3 ઑગસ્ટ 2026 સુધીમાં ઇન્ડિગોમાં પદભાર સંભાળશે

વિલિયમ વોલ્શ હાલમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઍસોસિએશન(IATA)ના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત છે. તેઓ 31 જુલાઈ 2026ના રોજ IATAમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે અને ત્યારબાદ 3 ઑગસ્ટ 2026 સુધીમાં ઇન્ડિગો સાથે જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 

કોણ છે વિલિયમ વોલ્શ?

વોલ્શનો અનુભવ ખૂબ જ વિશાળ છે, તેમણે 2005થી 2011 સુધી બ્રિટિશ એરવેઝના CEO અને 2011થી 2020 સુધી ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગ્રૂપ(IAG)ના CEO તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેમણે એર લિંગસમાં પણ CEO તરીકે સેવાઓ આપી છે. 

કંપનીનું નિવેદન

-વિક્રમ સિંઘ મહેતા (ચેરમેન, ઇન્ડિગો)

તેમણે જણાવ્યું કે વિલીનો અનુભવ ઇન્ડિગોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવવામાં અને વિકાસમાં મદદ કરશે.

-રાહુલ ભાટિયા (મેનેજિંગ ડાયરેક્ટર, ઇન્ડિગો)

તેમણે વિલીને એક 'આઇકોનિક' લીડર ગણાવ્યા છે જેઓ ઇન્ડિગોના પરિવર્તનના નવા તબક્કામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક 2 - image