ભારતનો માથાદીઠ જીડીપી બાંગ્લાદેશથી પણ પાછળ : આઈએમએફનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : વાર્ષિક પરીક્ષા હોય કે ક્રિકેટની રમત તેમાં 'સદી'ના માઇલસ્ટોન સુધી પહોંચવાનું દરેકનું લક્ષ્ય હોય છે. જોકે, વરસાદને મામલે પણ ગુજરાતના ત્રણ તાલુકા એવા છે જે આ વખતે 'સદી'ના માઇલસ્ટોન સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં આ વખતે વઘઇ, કપરાડા, ઉમરપાડામાં ૧૦૦ ઈંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં આવેલા વઘઇમાં સરેરાશ ૧૨૨.૫૧ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ પડયો છે. સરેરાશ ૧૨૨.૫૧ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ પડયો છે.
આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬માં ભારતનો માથાદીઠ જીડીપી બાંગ્લાદેશ કરતાં પણ પાછળ રહેવાનો અંદાજ છે. હાલમાં બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી ૨,૮૮૬ ડાલર રહેવાની શક્યતા છે, જ્યારે ભારતનો આ આંકડો ૨,૭૪૯ ડાલર રહેવાનો અંદાજ છે. આઈએમએફે જાહેર કરેલા અહેવાલમાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અને આગામી વર્ષના આથક અંદાજો રજૂ કર્યા છે.
આઈએમએફના અંદાજ અનુસાર, વર્ષ ૨૦૨૭માં બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી વધીને ૩,૨૧૯ ડોલર થઈ શકે છે, જ્યારે ભારતનો ૩,૦૩૬ ડોલર રહેવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૮માં પણ બાંગ્લાદેશ ભારત કરતાં આગળ રહેવાનો અંદાજ છે. જોકે, વર્ષ ૨૦૨૯માં પરિસ્થિતિ બદલાઈ શકે છે. ૨૦૨૯માં ભારતનો માથાદીઠ જીડીપી ૩,૬૬૧ ડોલર થવાનો અંદાજ છે, જ્યારે બાંગ્લાદેશનો ૩,૩૩૪ ડોલર રહેવાની આગાહી કરાઈ છે. આમ, આઈએમએફના વર્તમાન અનુમાન પ્રમાણે ભારત ૨૦૨૯માં ફરી બાંગ્લાદેશને પાછળ છોડી શકે છે.
આઈએમએફના અહેવાલના વિશ્લેષણમાં જણાયું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વૃદ્ધિ પામી રહી હોવા છતાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે પાંચ ટ્રિલિયન ડાલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય એક વર્ષ પાછળ ધકેલાયું છે. આઈએમએફના તાજેતરના અંદાજોના વિશ્લેષણ મુજબ, ભારતનું અર્થતંત્ર હવે ૨૦૨૮ને બદલે ૨૦૨૯માં પાંચ ટ્રિલિયન ડાલરનું કદ વટાવશે.
આઈએમએફએ આક્ટોબરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં ૨૦૨૮ માટે ભારતના જીડીપીનો અંદાજ અગાઉના ૫.૧ ટ્રિલિયન (૫.૧ લાખ કરોડ) ડોલરથી ઘટાડીને ૪.૯૯૬ ટ્રિલિયન ડોલર કર્યો છે. જોકે, રૂપિયામાં ગણવામાં આવતા દેશના આથક ઉત્પાદનનો અંદાજ વધારવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે રૂપિયાના અવમૂલ્યનથી ડોલરમાં ભારતના જીડીપીના મૂલ્ય પર અસર પડી રહી છે.




