Get The App

1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઇલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઇલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત 1 - image


Image Credit - Newsonair

India Hypersonic LRAShM Missile : ભારતે 15 મિનિટમાં 1500 કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઇલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (DRDO) ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઇલનું નામ LRAShM (Long Range Anti-Ship Missile) છે. રિપોર્ટ મુજબ 26 જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાયપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઇલ જોવા મળશે. 

1500 કિમીની રેન્જ : ‘સી ઑફ વૉરની ગેમ-ચેન્જર’

ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઇલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઑફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ 1500 કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઇલનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.

આ પણ વાંચો : UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિરોધ

LRAShMની ખાસિયત...

  • LRAShM એક હાયપરસોનિક ગાઇડેડ મિસાઇલ છે.
  • મિસાઇલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
  • મિસાઇલ 1500 કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તે જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
  • મિસાઇલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા

દુશ્મનને સરળતાથી આપી શકશે ચકમો

મિસાઇલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાયપરસોનિક મિસાઇલ હાલ ઓછા દેશો પાસે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મલશે LRAShM ?

26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત DRDOના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઇલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ ઍડ્વાન્સ્ડ મિસાઇલ ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.

આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી