For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય રેલવે કરશે અધધ...1.30 લાખ કર્મચારીઓની ભરતી, જાણો ક્યારે એપ્લાય કરી શકાશે

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.23.ફેબ્રઆરી 2019, શનિવાર

દેશમાં બેકારીની પડી રહેલી બૂમો વચ્ચે રેલવે દેશમાં સૌથી મોટી કહેવાય તેવી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે.

ભારતીય રેલવે દ્વારા અધધ...1.30 લાખ પદો પર કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.આ માટેનુ જાહેનામુ 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ દમરિયાન રોજગાર સમાચારમાં પ્રકાશિત થશે.

ભરતી માટે લેવાનારી પરીક્ષામાં પહેલી વખત જનરલ કેટેગરીમાં આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાના સરકારના નિર્ણયનો અમલ થશે.

નોન ટેકનિકલ કેટેગરીઝની નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 28 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરી શકશે.આ કેટેગરીમાં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રાફિક આસિસટન્ટ, ગૂડઝ ગાર્ડ, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્ક, સિનિયર કલાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસટન્ટ કમ ટાઈપિસ્ટ, સ્ટેશન માસ્ટર જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.

જ્યારે પેરા મેડિકલ કેટેગરી માટે ઉમેદવારો 4 માર્ચથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.જેમાં સ્ટાફ નર્સ, લેબ આસિસટન્ટ , હેલ્થ એન્ડ મેલેરિયા ઈન્સ્પેક્ટર, ઈસીજી ટેકનિશિયન, ફાર્મસિસ્ટનો સમાવેશ થાય છેતેની સાથે સાથે મિનિસ્ટરીયલ એન્ડ આઈસોલેટેડ કેટેગરી માટે પણ રજિસ્ટ્રેશન 4 માર્ચથી શર થશે.જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર, લો આસિસટન્ટ આવે છે.

લેવલ એક પોસ્ટ માટે 12 માર્ચથી અરજી કરી શકાશે.જેમાં ટ્રેક મેન્ટેનર વર્ગ ચાર, ટેકનિકલ ડિપાર્ટમેન્ટની હેલ્પર, પોઈન્ટસમેન જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.

Gujarat