ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી
Indian Navy Add Arnala: ભારતીય નૌકાદળમાં 18 જૂન 2025ના દિવસે પોતાના પહેલા એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) 'અર્ણાલા' સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહ વિશાખાપટ્ટનમ નૌસેના ડૉકયાર્ડમાં થયો હતો, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા. આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે, જે ભારતની સમુદ્રી શક્તિમાં વધારો કરશે.
'અર્ણાલા' શું છે?
'અર્ણાલા' ભારતીય નૌકાદળનું પહેલું એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ છે, જે ASW-SWC જહાજોની શ્રૃંખલાનો ભાગ છે. જેને કોલકાતાની ગાર્ડીન રીચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ (GRSE) અને L&P શિપબિલ્ડર્સે મળીને બનાવ્યું છે.
- લંબાઈઃ 77 મીટર
- વજનઃ 1490 ટનથી વધુ
- એન્જિનઃ ડીઝલ એન્જિન અને વૉટરજેટનું અનોખું મિશ્રણ, જે ભારતીય નૌસેનાનું સૌથી મોટું યુદ્ધ જહાજ બને છે. આ કૉર્વેટ શ્રેણીનું યુદ્ધ જહાજ છે. જે મહત્તમ 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે.
- ડિલિવરીઃ 8 મે, 2025ના દિવસે નૌસેનાને સોંપવામાં આવ્યું.
- સ્વદેશી સામગ્રીઃ 80%થી વધુ ભાગ ભારતમાં બન્યો છે.
- આ જહાજ મહારાષ્ટ્રના વસઈ પાસે ઐતિહાસિક અર્ણાલા કિલ્લાના નામ પર છે, જે 1737માં મરાઠાએ બનાવ્યું હતું. જેમ એક કિલ્લો દુશ્મનોથી રક્ષા કરે છે, તેવી જ રીતે અર્ણાલા સમુદ્રમાં ભારતની રક્ષા કરશે.
અર્ણાલાની વિશેષતા
અર્ણાલાને દરિયાકાંઠાના વિસ્તારોમાં સબમરીનને જાણ કરવા અને તેની સાથે લડવા માટે બનાવવામાં આવ્યું છે. તેની વિશેષતા નીચે મુજબ છે.
- એન્ટી સબમરીન ઓપરેશનઃ સબમરીનની જાણ કરવી અને તેને ખતમ કરવાની ક્ષમતા
- શોધ અને બચાવઃ સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તૈયાર
- અદ્યતન સિસ્ટમઃ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), L&T, મહિન્દ્રા ડિફેન્સ અને MEIL જેવી ભારતીય કંપનીના હથિયાર અને સેન્સર
- બખ્તરબંધ માળખું: મજબૂત હલેસા જે દરિયાના પડકારોનો સામનો કરી શકે છે.
- હથિયારઃ અત્યાધુનિક તોપ અને સેન્સર, જે જૂના કિલ્લાની તોપ જેમ કામ કરે છે.
આ તોપની રેન્જ 3300 કિલોમીટર છે. જે યુદ્ધ જહાજ પર 7 અધિકારીઓ સહિત 57 નૌસૈનિક તૈનાત કરી શકે છે. જેમાં ASW કૉમ્બેટ સુઇટ લાગેલું છે, જે દુશ્મનના હુમલાનો સામનો કરવા માટે હથિયાર તૈયાર કરશે અને તેના પર નજર રાખશે. આ જહાજ પર ચાર પ્રકારની મેનેજમેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે યુદ્ધના સમયે યુદ્ધ જહાજને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
આ યુદ્ધ જહાજ પર એક આરબીયુ-6000 એન્ટી સબમરીન રૉકેટ લોન્ચર લાગેલું હશે. જે 213 મિલિમીટરની એન્ટી-સબમરીન રૉકેટ સિસ્ટમ છે, જે દુશ્મનની સબમરીન પર તાબડતોડ રોકેટ ફાયરિંગ કરે છે. આ સિવાય તેના પર 6 હળવા વજનવાળા એએસડબ્લ્યુ ટૉરપીડો લગાવવામાં આવશે, આ સાથે જ એન્ટી-સબમરીન લેન્ડમાઇન પણ હશે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
અર્ણાલા પર 30 મિલિમીટરની એક CRN-91 નેવલ ગન હશે. આ એક ઓટોમેટિક ગન હોય છે, જે દર મિનિટે 550 ગોળીઓ ફાયર કરી શકે છે. જેથી દુશ્મનના જહાજને તોડી શકાય. તેની રેન્જ 4 કિલોમીટર છે. આ સિવાય 2 ઓએફટી 12.7 મિલિમીટર એમ2 સ્ટેબ્લાઇઝ્ડ રિમોટ કંટ્રોલ્ડ ગન લાગેલી હશે. આ ભારતીય નૌકાદળનું વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમ સાથેનું સૌથી મોટું યુદ્ધ જહાજ હશે.
અર્ણાલા પ્રતીક અને ડિઝાઇન
અર્ણાલાનું પ્રતીક ચિહ્ન ખૂબ જ ખાસ છે. જાણો પ્રતીક ચિહ્રનની ડિઝાઇન અને તેની વિશેષતા.
- ડિઝાઇનઃ વાદળી રંગના બેકગ્રાઉન્ડ પર એક ઑગર શેલ, જે શક્તિ અને સટીકતાનું પ્રતીક છે. આ શેલ સમુદ્રના પડકારોમાં જીવિત રહેવાની શક્તિ આપે છે.
- નામઃ નીચે દેવનાગરી લિપિમાં અર્ણાલા લખેલું છે.
- નારોઃ 'અર્ણવે શૌર્યમ્' (સમુદ્રમાં શૌર્ય), જે જહાજનનું સાહસ અને શક્તિ દર્શાવે છે.
ઑગર શેલની જેમ અર્ણાલા પણ સમુદ્રમાં મજબૂત, સતર્ક અને દુશ્મનો પર સટીક હુમલો કરવામાં સક્ષમ છે.
ઐતિહાસિક પ્રેરણાઃ અર્ણાલા કિલ્લો
અર્ણાલા નામનું મહારાષ્ટ્રના અર્ણાલા કિલ્લા પરથી લેવામાં આવ્યું છે. આ કિલ્લો 1737માં મરાઠા નેતા ચિમાજી અપ્પાએ બનાવ્યો હતો.
- સ્થાનઃ વસઇથી 13 કિમી ઉત્તરમાં, વૈતરણા નદીનાકાંઠે
- હેતુઃ ઉત્તરી કોંકણ દરિયાકાંઠાની સુરક્ષા
- મજબૂતીઃ કિલ્લાએ અનેક હુમલાનો સામમનો કર્યો
અર્ણાલા ભારતીય નૌકાદળનું પહેલું એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ છે, જે 18 જૂન 2025ના દિવસે વિશાખાપટ્ટનમમાં સામેલ થશે. 80% સ્વદેશી અને 55 MSMEsના યોગદાનથી બનેલું આ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે.