VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી
CRPF Rescue in Punjab : ભારતીય સેનાના જવાનોની બહાદુરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યું છે. પંજાબના માધોપુર હેડવર્ક્સ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકો અને CRPF જવાનોને બચાવવા માટે સેનાએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે.
CRPF જવાનોએ છેલ્લી વ્યક્તિને બચાવ્યા બાદ બિલ્ડિંગ ધરાશાયી
ભારતીય સેનાના ઓપરેશન હેઠળ પૂરના પાણીથી ઘેરાયેલી એક ઈમારત પરથી આશરે 25 જવાનો અને નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ મિશન એટલું જોખમી હતું કે, જ્યારે ઈમારત પરથી છેલ્લી વ્યક્તિને બચાવવામાં આવી, તેની થોડી જ સેક્નડોમાં તે ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.
સેનાએ વીડિયો શેર કર્યો
રિપોર્ટ મુજબ, પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એવિએશન વિંગના હેલિકોપ્ટરો મિશન માટે રવાના કરવામાં આવ્યા હતા. ખરાબ હવામાન અને સતત વધી રહેલા પૂરના પાણીની વચ્ચે પણ સૈનિકોએ અદ્ભુત સાહસ દેખાડ્યું હતું. સેનાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં બચાવ કાર્ય અને ત્યારબાદ ઈમારત ધસી પડવાનો વીડિયો પણ જોઈ શકાય છે.