India

India-US Trade Deal: શું ભારતે યુએસ સાથે ઉતાવળમાં ડીલ કરવાનો ઈન્કાર કર્યો? દાવા પર આવ્યો પીયૂષ ગોયલનો જવાબ

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે Reutersના ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો અંગેના અહેવાલને ખોટો ગણાવ્યો છે. Reutersએ દાવો કર્યો હતો કે ભારતે ઉતાવળમાં કરાર કરવાનો ઇનકાર કર્યો. ગોયલે X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જૂનમાં USTR જેમીસન ગ્રીર સાથેની બેઠક સકારાત્મક રહી હતી. બંને દેશો સંતુલિત અને લાભદાયી કરાર માટે પ્રતિબદ્ધ છે. વાતચીચ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

India-US Trade Deal: શું ભારતે યુએસ સાથે ઉતાવળમાં ડીલ કરવાનો ઈન્કાર કર્યો? દાવા પર આવ્યો પીયૂષ ગોયલનો જવાબ

Piyush Goyal Slams Reuters Report : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટો (Trade Talks) ને લઈને રોયટર્સ (Reuters)ના એક અહેવાલ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો, પાયાવિહોણો અને લોકોને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. રોયટર્સે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે, ભારતે તાજેતરની વાતચીતમાં અમેરિકા સાથે ઉતાવળમાં વ્યાપાર કરાર કરવાનો ઇનકાર કરી દીધો છે, કારણ કે ભારત વધુ ફાયદાકારક ડીલની અપેક્ષા રાખી રહ્યું છે.

પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર આપી સ્પષ્ટતા

આ વિવાદ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જૂન મહિનામાં જ્યારે અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ (USTR) જેમીસન ગ્રીર ભારત આવ્યા હતા, ત્યારે તેમની સાથે ખૂબ જ સકારાત્મક અને સફળ બેઠક થઈ હતી. બંને દેશોએ એક એવા વ્યાપાર કરાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જે સંતુલિત હોય, વ્યાવસાયિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોય, અને બંને દેશોના વેપારીઓ, ખેડૂતો, કર્મચારીઓ તેમજ ગ્રાહકોને વાસ્તવિક લાભ પહોંચાડી શકે.

વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ભારત અને અમેરિકાની ટીમો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત સાથે મળીને કામ કરી રહી છે. બંને દેશો વચ્ચેની વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, અને આવા કોઈ પણ ભ્રામક અહેવાલો પર વિશ્વાસ ન કરવો જોઈએ. ભારત અને અમેરિકા વચ્ચેનો આ પ્રસ્તાવિત વ્યાપાર કરાર લાંબા સમયથી ચર્ચામાં છે, જે અંતર્ગત વ્યાપાર, રોકાણ, કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.