India

BRICS સમિટ વચ્ચે ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર કેબલ નેટવર્ક સુરક્ષિત કરવા મોટો નિર્ણય

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત અને અમેરિકાએ સમુદ્ર નીચેના સંચાર કેબલોની સુરક્ષા માટે 'TRUST' પહેલ હેઠળ નવી વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે. બંને દેશો સાયબર હુમલા અને ભૌગોલિક-રાજકીય જોખમો સામે કેબલ નેટવર્કને સુરક્ષિત બનાવશે. વિશ્વનો મોટાભાગનો ઇન્ટરનેટ ડેટા આ કેબલો દ્વારા જ સંચાલિત થાય છે, જેથી ડિજિટલ અર્થતંત્રને મજબૂતી મળશે. ભારત ભવિષ્યમાં સબસી કેબલ હબ બનવાની ક્ષમતા ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BRICS સમિટ વચ્ચે ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર કેબલ નેટવર્ક સુરક્ષિત કરવા મોટો નિર્ણય

India US TRUST Initiative Subsea Cable Security: ભારત અને અમેરિકાએ સમુદ્રની નીચે પથરાયેલા સંચાર કેબલો (Subsea Communications Cables) ની સુરક્ષા માટે એક નવી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે. 'TRUST' પહેલ હેઠળ બંને દેશો સમુદ્રના પેટાળમાં પથરાયેલા કેબલ નેટવર્કને સાયબર હુમલાઓ, તોડફોડ અને ભૂ-રાજકીય જોખમો સામે વધુ સુરક્ષિત બનાવવા સાથે મળીને કામ કરશે. વિશ્વનો મોટાભાગનો ઈન્ટરનેટ અને આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાફિક આ જ દરિયાઈ કેબલો દ્વારા સંચાલિત થતો હોવાથી આ પહેલ અત્યંત મહત્વની સાબિત થશે, જેનાથી ડિજિટલ અર્થતંત્ર અને વૈશ્વિક સંચાર વ્યવસ્થાને અભૂતપૂર્વ મજબૂતી મળશે.

શું છે TRUST Initiative?

અમેરિકા અને ભારત વચ્ચે શરૂ કરવામાં આવેલી US-India TRUST (Transforming the Relationship Utilizing Strategic Technologies) પહેલનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે ઊભરતી અને નિર્ણાયક ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવાનો છે.આ પહેલ હેઠળ નીચે મુજબના મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)

સેમિકન્ડક્ટર

ક્વોન્ટમ કમ્પ્યુટિંગ

બાયોટેકનોલોજી

ઊર્જા અને અંતરિક્ષ (Space)

ભારતની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ, ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થા તેમજ AI અને ક્લાઉડ સેવાઓની સતત વધતી માંગને કારણે ભારત ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે 'સબસી કેબલ હબ' (Subsea Cable Hub) બનવાની મોટી ક્ષમતા ધરાવે છે.

અંડરસી કેબલ નેટવર્ક પર વધશે સહયોગ

ભારત અને અમેરિકાએ વૈશ્વિક અંડરસી કેબલ નેટવર્કને વધુ સુરક્ષિત, મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માટે પોતાની ભાગીદારી વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકી દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ દરિયાઈ કેબલ વૈશ્વિક ઈન્ટરનેટ, ક્લાઉડ સેવાઓ, ડેટા સેન્ટર અને AI આધારિત અર્થવ્યવસ્થાની મુખ્ય કરોડરજ્જુ છે. બંને દેશો આ નેટવર્કના સંરક્ષણ અને વિસ્તાર માટે સાથે મળીને કામ કરશે.

ભારતને મળશે વ્યૂહાત્મક ફાયદો

અમેરિકાનું માનવું છે કે, ભારતની ભૌગોલિક સ્થિતિ, ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થા તેમજ AI અને ક્લાઉડ સેવાઓની સતત વધતી માંગ તેને વૈશ્વિક સ્તરે એક મુખ્ય 'સબસી કેબલ હબ' (Subsea Cable Hub) બનાવી શકે છે. આ સાથે જ બંને દેશો AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર રોકાણ અને આગામી પેઢીની ટેકનોલોજી માટે સપ્લાય ચેઈનને મજબૂત કરવાની દિશામાં એક સંયુક્ત રોડમેપ પણ તૈયાર કરી રહ્યા છે.