ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km
Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલનું નામ અગ્નિ-5 બેલિસ્ટિક છે, જે ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવશે.
અગ્નિ-5ની રેન્જ 5,000 કિ.મી.
અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી ભારતે આ નવી અને પાવરફુલ મિસાઈલ ડેવલપ કરી છે. અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટરની છે અને આ મિસાઈલ પરમાણુ હથિયાર વહન કરે છે.
આ પણ વાંચો : VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અગ્નિ-5ની વિશેષતા
- આ મિસાઈલ 5,000 કિલોમીટરથી વધુના અંતર સુધીના લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે, જે તેને ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલોમાંથી એક બનાવે છે.
- અગ્નિ-5 પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે અને તેને એક મોબાઈલ લોન્ચર પરથી છોડી શકાય છે, જે તેની ગતિશીલતા અને વ્યૂહાત્મક મહત્વ વધારે છે.
- અગ્નિ-5માં નવીનતમ નેવિગેશન સિસ્ટમ, ઉચ્ચ ચોકસાઈવાળા રિંગ લેસર ગાયરો આધારિત ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (RINS) અને માઇક્રો નેવિગેશન સિસ્ટમ (MINS) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લક્ષ્યને ચોક્કસ રીતે ભેદવામાં મદદ કરે છે.
- આ મિસાઈલ ચીન, પાકિસ્તાન અને યુરોપના કેટલાક વિસ્તારો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવે છે.
- અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ અને તેના લશ્કરી દળોમાં સમાવેશ ભારતની સંરક્ષણ સજ્જતા અને તકનીકી પ્રગતિનું પ્રતીક છે.