Get The App

VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ 1 - image


Delhi Daryaganj Building Collapsed : રાજધાની દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં સદ્ભાવના પાર્કમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, જેમાં ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.  દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બુધવારે (20 ઓગસ્ટ) બપોરે બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળ નીચેથી ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકોના મોત થયા છે.

ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચેથી ત્રણ લોકોને બચાવ્યા

દિલ્હી પોલીસે કહ્યું કે, બુધવારે સદભાવના પાર્કમાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે ત્રણ લોકોના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક બચાવ કામગીરી હાથ ધરીને ત્રણ લોકોને બચાવી લીધા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ ઘટાને ધ્યાને લીધી છે. પોલીસે કહ્યું કે, હાલ બચાવ કામગીરી ચાલી રહી છે, હકીકત સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ વેલકમ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી

ડીએફએસ અધિકારીએ કહ્યું કે, કાટમાળ નીચેથી ત્રણ લોકોને બહાર કાઢ્યા બાદ તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, અંતિમ રિપોર્ટ સુધી બચાવ કામગીરી ચાલુ રખાશે. બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ, તે હજુ જાણવા મળ્યું નથી. આ પહેલા 12 જુલાઈના રોજ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોના મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

Tags :