Get The App

ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ 1 - image


India-America Postal Services Suspend : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ ઝિંક્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાના કારણે અને રશિયા ઓઈલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકેલો છે, ત્યારે હવે ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા સાથેની તમામ પોસ્ટલ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિભાગે અમેરિકા જતી તમામ કેટેગરીની પોસ્ટ સુવિધા સંપૂર્ણ સસ્પેન્ડ કરી દીધી છે.

અમેરિકા સાથેની તમામ શ્રેણીની પોસ્ટલ સેવા બંધ

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયે રવિવારે માહિતી શેર કરીને સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય પોસ્ટલ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્ર, ડોક્યુમેન્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિત તમામ કેટેગરીની પોસ્ટલ બુકિંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા એરલાઈન્સ દ્વારા અમેરિકામાં સામગ્રી પહોંચાડવામાં આવે છે, જેમાં અનેક મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા લાગુ કરાયેલ નિયમો બાદ નિયમનકારી તંત્રનો અભાવ થતા પત્ર, ડોક્યુમેન્ટ્સ અને 100 ડૉલરની મૂલ્યના ગિફ્ટ પ્રોડક્ટ સહિત તમામ શ્રેણીની બુકિંગ સેવા સંપૂર્ણ બંધ કરવાનો આવશે.

ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ 2 - image

આ પણ વાંચો : ‘ભારત અને ચીન હરીફ નહીં, એકબીજાના પાર્ટનર', જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો

તમામ કેટેગરીની ડાક બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ

કેન્દ્ર સરકારે 22 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે, 100 અમેરિકન ડોલર સુધીના મૂલ્યની વસ્તુઓ સિવાય અન્ય તમામ ટપાલ સેવાઓ 25 ઓગસ્ટથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. જોકે હવે સરકારે તમામ કેટેગરીની ડાક બુકિંગ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ડાક વિભાગે નોટિસમાં સ્પષ્ટ કહ્યું છે કે, સરકાર તમામ સ્થિતિ પર ઊંડાણપૂર્વક નજર રાખી રહી છે અને ટૂંક સમયમાં સેવાઓ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાએ ટેરિફ રાહત પર ખેંચી હતી

ઉલ્લેખનીય છે કે, અમેરિકા સરકારે 30 જુલાઈએ એક આદેશ કર્યો હતો, જેમાં 800 ડૉલર સુધીની આયાતી વસ્તુઓ પર આપવામાં આવતી ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ નવો નિયમ 29 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. નવા નિયમો મુજબ અમેરિકામાં આવતી તમામ આયાતી વસ્તુઓ પર હવે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમી પાવર એક્ટ (IEEPA) હેઠળ કસ્ટમ્સ ડ્યુટી લાગુ થશે. જોકે, 100 ડૉલર સુધીની વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- 'ઘાટી પંડિતોની જન્મભૂમિ'

Tags :