Get The App

પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા 1 - image

Indian Navy Sents 4 War Ships to Helps Sri Lanka: ભારતે ‘પાડોશી પહેલો સગો’ કહેવતની સાચું સાબિત કરી બતાવ્યું છે. વિનાશક વાવાઝોડા ‘દિતવાહ’ના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઇ છે. જેના કારણે શ્રીલંકા હજુ સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આવી મુશ્કેલ ઘડીમાં પાડોશી દેશની મદદ કરવા માટે ભારતે ‘ઓપરેશન સાગરબંધુ’ શરૂ કરીને મોટી માત્રામાં મદદ પહોંચાડી છે અને હજુ વધુ મદદ પહોંચાડી રહ્યું છે. ભારતીય નેવીએ હવે INS ઘડિયાળ સહિત 4 યુદ્ધ જહાજોને શ્રીલંકાની મદદ માટે મોકલ્યા છે. 

ભારતે 4 યુદ્ધ જહાજ મોકલ્યા

ભારતીય નેવીએ શ્રીલંકાની મદદ માટે INS ઘડિયાળ, LCU 54, LCU 51 અને LCU 57 યુદ્ધ જહાજ મોકલ્યા છે. આ યુદ્ધ જહાજો શ્રીલંકાને તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરશે અને માનવતાવાદી સહાય પણ પૂરી પાડશે. નોંધનીય છે કે, ભારતીય નેવીના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત તેમજ યુદ્ધ જહાજ INS ઉદયગીરી અને INS સુકન્યા અગાઉથી જ શ્રીલંકામાં મદદ માટે તહેનાત છે.

આ પણ વાંચો: ટ્રમ્પે કરાવેલું સીઝફાયર 45 દિવસમાં ખોરંભે! થાઈલેન્ડની કમ્બોડિયા પર ફરી એરસ્ટ્રાઈક, F16થી હુમલો

શ્રીલંકામાં તારાજી

હકીકતમાં, થોડા દિવસ અગાઉ ‘દિતવાહ’ વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે શ્રીલંકામાં હજુ પણ ભયાનક સ્થિતિ બનેલી છે. હજારો ઘર તબાહ થઇ ગયા છે અને અનેક લોકો હજુ પણ ગુમ છે. આવા સંકટના સમયે ભારત શ્રીલંકાની વહારે આવ્યું છે.

શ્રીલંકાની વહારે આવ્યું ભારત

શ્રીલંકાની મદદ માટે ભારતે ‘ઓપરેશન સાગરબંધુ’ શરૂ કર્યું છે. જે હેઠળ ભારતીય સેના પ્રભાવિત વિસ્તારોમાં સદદ મદદ પહોંચાડી રહી છે. અત્યાર સુધીમાં 1000 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સેના દ્વારા તૈયાર કરાયેલી ફીલ્ડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1250થી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Explainer: આફ્રિકન પેન્ગ્વિનનું અસ્તિત્વ જોખમમાં, સારડિન માછલીના વસ્તીઘટાડાને કારણે ભૂખમરાનો ભોગ બન્યા