India

પેટ્રોલ, LPG કે ખાતર છોડો... હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં!

By GS TEAM
28 Mar 20262 mins read
TukuTouch Logo
કાઉન્ટર પોઈન્ટના નિષ્ણાત તરુણ પાઠકના જણાવ્યા અનુસાર, જો ઉર્જાના ભાવમાં સતત વધારો થતો રહેશે, તો તેની સીધી અસર ડેટા સેન્ટર જેવા સેક્ટર્સ પર પડશે. ડેટા સેન્ટર્સમાં ઉર્જાનો વપરાશ ખૂબ વધારે હોય છે. જો વીજળી મોંઘી થશે, તો આ ક્ષેત્રમાં નવું રોકાણ ઘટી શકે છે અને માંગમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ, LPG કે ખાતર છોડો... હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં!

New Crisis for India : ભારત અત્યારે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગ્લોબલ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરે સર્જાયેલી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ આ સપનામાં અવરોધ ઊભો કરી રહી છે. ખાસ કરીને હોરમુઝની ખાડીમાં સર્જાયેલા સંકટે ભારતના સેમીકન્ડક્ટર મિશન અને ડેટા સેન્ટરના ભવિષ્ય સામે સવાલો ઊભા કર્યા છે.

ડેટા સેન્ટર અને રોકાણ પર અસર

કાઉન્ટર પોઈન્ટના નિષ્ણાત તરુણ પાઠકના જણાવ્યા અનુસાર, જો ઉર્જાના ભાવમાં સતત વધારો થતો રહેશે, તો તેની સીધી અસર ડેટા સેન્ટર જેવા સેક્ટર્સ પર પડશે. ડેટા સેન્ટર્સમાં ઉર્જાનો વપરાશ ખૂબ વધારે હોય છે. જો વીજળી મોંઘી થશે, તો આ ક્ષેત્રમાં નવું રોકાણ ઘટી શકે છે અને માંગમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : 'યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો...' નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી

AI અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર માટે પડકાર

ભારતનું ઇલેક્ટ્રોનિક્સ અને AI સેક્ટર મોટાભાગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદેશી રોકાણ પર નિર્ભર છે. ઉર્જા સંકટ અને કાચા માલની અનિશ્ચિતતા આ બંને સેક્ટરની ગતિ ધીમી પાડી શકે છે.

સેમીકન્ડક્ટર મિશનની જટિલ રાહ

ભારત સરકારનું સેમીકન્ડક્ટર મિશન હાલ પાટા પર તો છે, પરંતુ હોરમુઝ સંકટે સાબિત કરી દીધું છે કે ભારત હજુ પણ અનેક મહત્વની વસ્તુઓ માટે બાહ્ય સ્ત્રોતો પર નિર્ભર છે. કાચા માલની અછતને કારણે ઉત્પાદન ખર્ચ વધી શકે છે. જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. રોકાણકારોમાં ખચકાટ અને વધતી જતી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સાવધ થઈ શકે છે. ભલે આ સંકટ ભારતના ચિપ સેક્ટરને સંપૂર્ણપણે રોકી ન શકે, પણ તેની રફ્તાર ચોક્કસપણે ધીમી પાડી શકે છે.

ભારતનું સેમીકન્ડક્ટર મિશન મક્કમતાથી આગળ વધી રહ્યું છે, પરંતુ હોરમુઝ સંકટ અને ઉર્જાના વધતા ભાવે આ માર્ગને પહેલા કરતા વધુ જટિલ બનાવી દીધો છે. આવનારા સમયમાં કાચા માલની ઉપલબ્ધતા અને ઉર્જાના ભાવ પર જ ભારતની ટેક-સફળતાનો આધાર રહેશે.