India

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન ખાતાની આગાહી, વાવાઝોડા-વંટોળ સાથે પડશે ધોધમાર વરસાદ

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
IMD દ્વારા 25 જૂન માટે 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની એલર્ટ જાહેર કરાઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 80-85 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મુંબઈ-પાલઘરમાં રેડ એલર્ટ છે. 5થી વધુ વેધર સિસ્ટમ સક્રિય હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન ખાતાની આગાહી, વાવાઝોડા-વંટોળ સાથે પડશે ધોધમાર વરસાદ

Weather Alert: દેશભરમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 25મી જૂન માટે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઍલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આગામી કલાકોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. વન વિભાગ અને હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે.

કયા રાજ્યોમાં આફતનું એંધાણ?

હવામાનની આ તીવ્ર અસર મહારાષ્ટ્રથી બિહાર, દિલ્હીથી પશ્ચિમ બંગાળ અને પર્વતીય રાજ્યોથી લઈને દક્ષિણ ભારત સુધી સ્પષ્ટપણે જોવા મળશે. મુંબઈ અને પાલઘરમાં રેડ ઍલર્ટની સ્થિતિ હજુ પણ અમલમાં છે. પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વાવાઝોડાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

એકસાથે 5થી વધુ વેધર સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યાનુસાર,હાલમાં દેશ પર એકસાથે અનેક શક્તિશાળી હવામાન પ્રણાલીઓ કાર્યરત છે જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દરિયાની સપાટી પર મોન્સૂન ટ્રફ (વરસાદ ઉત્પન્ન કરતો પટ્ટો) હાલ રાજસ્થાનથી છેક બિહાર સુધી ફેલાયેલો છે. બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત હરિયાણા, ગુજરાત અને લક્ષદ્વીપ પર પણ અલગ-અલગ સ્તરે ચક્રવાતી સિસ્ટમ બનેલી છે. જ્યારે ઉત્તર પ્રદેશ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે આગામી થોડા દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વધુ ભાગોમાં ઝડપથી આગળ વધશે.

ઘણાં વિસ્તારોમાં 80 થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ખેડૂતોના ઊભા પાકને મોટું જોખમ છે. વીજળી અને વાવાઝોડાની આશંકા વચ્ચે લોકોએ સુરક્ષિત સ્થળોએ રહેવું. ખાસ કરીને ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીવાળા વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવો. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા વખતે ખુલ્લા મેદાનમાં અથવા ઝાડ નીચે આશરો લેવાનું ટાળવું.