પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- 'અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ'
India on Trump and Putin Meeting: ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશોએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મહત્ત્વની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યું છે, જેના પરિણામોની અસર ભારત પર પડશે, કારણ કે રશિયાના ઓઇલની સતત ખરીદીને લઈને ભારતને 25 ટકા વધારાનો ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સંયુક્ત સૈન્ય 'યુદ્ધાભ્યાસ'ના 21માં સંસ્કરણની પણ જાહેરાત કરાઈ, જે આ મહિનાના અંતમાં અલાસ્કામાં થવાની શક્યતા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'અમેરિકા અને ભારત એક વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી શેર કરે છે, જે એકબીજાના હિતો, લોકશાહીના મૂલ્યો અને લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. જેમ કે અમે પહેલા કહ્યું હતું કે, આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે, અમે બંને દેશ પ્રતિબદ્ધ સચોટ એજન્ડા પર ક્રેન્દ્રિત છીએ અને અમને આશા છે કે આ સંબંધો એકબીજાનું સન્માન અને આપસી હિતોને આગળ વધારતું રહેશે.'
રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિન અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ વચ્ચે આગામી બેઠક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'અમે 15 ઓગસ્ટે અલાસ્કામાં થનારી બેઠક માટે અમેરિકા અને રશિયાના ફેડરેશન વચ્ચે થયેલી સહમતિનું સ્વાગત કરીએ છીએ. વડાપ્રધાન મોદી પહેલા અનેક વખત કહી ચૂક્યા છે કે આ યુદ્ધનો યુગ નથી. ભારત આગામી શિખર સંમેલનનું સમર્થન કરે છે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જશે કે નહીં? તેના પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી.'
સંયુક્ત સૈન્ય અભ્યાસ - 'યુદ્ધ અભ્યાસ' ની 21મું સંસ્કરણ પણ આ મહિનાના અંતમાં અલાસ્કામાં યોજાવાની આશા છે. તેમણે કહ્યું કે, બંને પક્ષો આ મહિનાના અંતમાં એક્ઝિક્યુટિવ સ્તરે 2+2 આંતર-સત્ર બેઠક યોજવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે એ પણ માહિતી આપી કે અમેરિકન સંરક્ષણ નીતિ ટીમ ઓગસ્ટના મધ્યમાં ભારતની મુલાકાત લેવાનું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારી, જે મૂળભૂત સંરક્ષણ કરારો પર આધારિત છે, તે દ્વિપક્ષીય ભાગીદારીનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ મજબૂત સહયોગ તમામ ક્ષેત્રોમાં મજબૂત બન્યો છે. અમને આશા છે કે અમેરિકન સંરક્ષણ નીતિ ટીમ ઓગસ્ટના મધ્યમાં દિલ્હીમાં હશે.'
આ પણ વાંચો: મોં સંભાળીને બોલો, નહીંતર પરિણામ ખતરનાક હશે... ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
નવી દિલ્હીએ એક મીડિયા અહેવાલને ફગાવી દીધા બાદ આ પગલું લેવામાં આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે મોટી સંરક્ષણ ખરીદી માટે અમેરિકા સાથે વાટાઘાટો બંધ કરી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, 'ભારતે અમેરિકા સાથે સંરક્ષણ ખરીદી વાટાઘાટો બંધ કરી હોવાના અહેવાલો ખોટા અને બનાવટી છે.' સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલની પ્રક્રિયાઓ અનુસાર ખરીદીના વિવિધ કેસોમાં પ્રગતિ થઈ રહી છે.