VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત... 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને એરસ્પેસમાં ન ઘૂસવા દીધી
India-Pakistan : પાકિસ્તાનની વધુ એક શરમજનક હરકત સામે આવી છે. વાસ્તવમાં બુધવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2142 (21 મે) કરા અને ભારે તોફાનમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ફ્લાઈટના પાયલોટે ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી, જોકે તેણે મંજૂરી ન આપી 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.
પાકિસ્તાને 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા
પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી ન આપતા ફ્લાઈટમાં સવાર 227 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. જોકે છેવટે પાઈલોટે સમજદારીપૂર્વક ફ્લાઈટને શ્રીનગર વિમાની મથકે સુરક્ષિત ઉતારી હતી. ફ્લાઈટમાં ટીએમસીના પાંચ સાંસદો પણ હતા.
STORY | IndiGo Delhi-Srinagar flight: Pak rejected pilot's request to use its airspace to avoid turbulence
— Press Trust of India (@PTI_News) May 22, 2025
READ: https://t.co/rU6QSNXZw5 pic.twitter.com/I0Awx9ro5i
શું બની હતી ઘટના?
દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IndiGo Aircraft) નંબર-6E2142 (રેજિસ્ટ્રી VT-IMD)ને ગુરુવારે (21 મે)એ ગંભીર હવામાનનો સામનો કરવો પડ્યો હતો. ઉડાન દરમિયાન દિલ્હીથી શ્રીનગર વચ્ચે હિમવર્ષા અને કરા પડ્યા હતા. વિમાન પર વીજળી પડવાની વાત સામે આવતા ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ પાયલોટે તુરંત લાહોર એટીસીનો સંપર્ક કરી ખરાબ હવામાન હોવાની તેમજ પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી. પરંતુ લાહોર એટીસીએ પાયલોટના અનુરોધને નકારી કાઢી, જેના કારણે ફ્લાઈટે રૂટ પર જ રહેવું પડ્યું અને ભીષણ ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો.
ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા
ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા. ખરાબ હવામાન છતાં, પાયલટ અને ક્રૂ મેમ્બરની સુઝબુઝને લઈને વિમાન સુરક્ષિત રીતે 18.30 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું. તમામ મુસાફર અને એરકર્મી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો કે, વિમાનના આગળના ભાગને નુકસાન થયું છે. ઈન્ડિગો એરલાઈને વિમાનને 'એરક્રાફ્ટ ઑન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરી દીધા છે, જેનાથી આ વિમાન ટેકનિકલ તપાસ અને રિપેરિંગ માટે બેઝપ્લેનમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો સંપૂર્ણ ખરાબ થયા છે. ભારતે પોતાના એરસ્પેસ ઉપયોગ પાકિસ્તાની વિમાનો માટે બંધ કર્યો છે, તો પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ભારતીય વિમાનોને પ્રવેશવાનો બંધ કરી દીધો છે.