Get The App

‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ... વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ... વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો 1 - image


India Weather Forecast System : દેશમાં વરસાદ, વાવાઝોડું, શિયાળો, ઉનાળી આગાહીની પળવારમાં માહિતી મળે તે માટે કેન્દ્ર સરકારે સ્વદેશી આગાહીની સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ ‘ઉચ્ચ-રિઝોલ્યુશન ગ્લોબલ ફોરકાસ્ટ મૉડલ (HGFM)’ એટલે કે ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ (BFS)’ છે. 

કેન્દ્રીય મંત્રીએ લોન્ચ કર્યું ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવા માટે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં આ હવામાન આગાહી સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હવામાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જિતેન્દ્ર સિંહે છ કિલોમીટરની રિવોલ્યૂશન ક્ષમતાવાળા બીએફએસને હવામાન વિભાગને સમર્પિત કર્યું છે.

હવામાન વિભાગ હવે સચોટ આગાહી કરી શકશે

દેશમાં હવામાનની આગાહીની નવી સિસ્ટમ લોન્ચ થઈ છે, જેનો NDRF સહિત દેશના અનેક લોકોને ફાયદો થવાનો છે. હવામાન વિભાગ આ સિસ્ટમના કારણે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બદલાતા મોસમ અંગે સચોટ અને ચોક્કસ આગાહી કરી શકાશે. અગાઉની તુલનાએ નવા બીએફએસનો રિઝોલ્યુશન છ કિલોમીટરનો છે. અગાઉ ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS)નો પ્રયોગ કરાયો હતો, જોકે બીએસએફમાં જીએફએસ કરતા બમણી ક્ષમતા છે. જીએફએક્સની ક્ષમતા 12 કિલોમીટરની છે.

આ પણ વાંચો : સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર આપી જાણકારી, જાણો શું કહ્યું

BFSએ વરસાદની 30 ટકા, મોનસૂનની 64 ટકા સચોટ આગાહી કરી

હવામાન વિભાગે દાવો કર્યો છે કે, ‘આ નવી ભારત ફોરકાસ્ટ સિસ્ટમ અચાનક આવતું વાવાઝોડું, વરસાદ સહિતના હવામાનની સચોટ અને ઝડપી આગાહી આપી શકશે. વર્ષ 2022માં આ નવી ટેકનોલોજી પર કામ શરૂ કરાયું હતું. બીએફએસનું ત્રણ વર્ષ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી સિસ્ટમે વરસાદની 30 ટકા અને મોનસૂનની 64 ટકા સચોટ આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી બે વર્ષમાં નવી સિસ્ટમની ક્ષમતા ચાર કિલોમીટર સુધી લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. નવી-નવી ટેકનોલોજીના કારણે હવામાન વિભાગની આગાહીની ગુણવત્તા અને સટીકતામાં સુધારો થયો છે.

આ પણ વાંચો : વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી

Tags :