Get The App

પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય 1 - image
Image: Freepik 

India Bans All PAK Imports: ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. 

આ પણ વાંચોઃ વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું

પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ

સરકારના જાહેરનામાંમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ સંબંધિત વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023 માં એક જોગવાઈ કરવામાં આવી છે. જેથી નવા આદેશ સુધી તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાનમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી નિકાસ કરવામાં આવતા સામાન પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લગાવી શકાય.'

પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય 2 - image

આ પણ વાંચોઃ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મંત્રી સામે ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક'

કોઈપણ અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે

DGFT (Directorate General of Foreign Trade)એ જાહેરનામાંમાં કહ્યું કે, 'આ પ્રતિબંધિત રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક નીતિના હિતમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ પ્રકારના અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે.' વિદેશ વ્યાપાર નીતિમાં 'પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ' શીર્ષક સાથે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 

Tags :