વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું
World Press Freedom Day 2025: સમગ્ર વિશ્વમા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ ફીડમ એટલે કે મીડિયા સ્વતંત્રતાનો દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે આ દિવસની ઉજવણી પૂર્વે વિશ્વના દેશોમાં પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસની આઝાદી કેટલી છે તેનો એક રિપોર્ટ જાહેર કરાયો છે. વેન્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2025 માં ભારત 180 દેશોમાં 151માં ક્રમે છે. રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર દ્વારા જાહેર કરાયો છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 159માં ક્રમે હતું.
પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025ની યાદીમાં ભારત 151માં ક્રમે
પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સના વર્ષ 2025ના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની યાદીમાં ઇરીટ્રિયા સૌથી નીચલા સ્તરે જ્યારે નોર્વે સૌથી સારી સ્થિતિમાં પ્રથમ ક્રમે છે. ભુતાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઈન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સીરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે રાખવામાં આવ્યા છે.
વર્ષ 2021 માં આ યાદીમાં ભારત 142માં ક્રમે હતું, બાદમાં આંક વધતો ગયો અને 2023 માં 161માં ક્રમે પહોંચી ગયું હતું. જોકે બાદમાં થોડો સુધારો થતા ગયા વર્ષે 159 અને હવે 151 પર રખાયું મામૂલી સુધારો થયો છે પરંતુ હજુ પણ તે છે. ભારતની સ્થિતિમાં ગયા વર્ષ કરતા અન્ય દેશોની સરખામણીએ ઘણું જ પાછળ છે.
ટેક કંપનીઓનો દબદબો વધ્યો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના અય્તાર સુધીના ઇતિહાસમાં આર્થિક ઇન્ડીકેટર સૌથી નીચલા સ્તર પર છે. વિશ્વભરનું મીડિયા ફન્ડિંગના કાપ સામે ઝઝૂમી રહ્યું છે.
માહિતીના અન્ય માધ્યમો જેવા કે ગૂગલ, એપલ, ફેસબુક, એમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિતના સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી ટેક કંપનીઓનો દબદબો વધ્યો છે. જેને કારણે અગાઉ જે જાહેરાતો મીડિયાને મળતી હતી તેનો મોટો હિસ્સો ટેક પ્લેટફોર્મને મળવા લાગ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં પ્રેસની સ્થિતિ ગગડી
રિપોર્ટમાં દાવો કરાયો છે કે અનેક દેશોમાં મીડિયા પર રાજકીય નેતાઓનું કન્ટ્રોલ છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી તે બાદથી અમેરિકામાં પ્રેસની સ્થિતિ ગગડી છે. અમેરિકા આ યાદીમાં 57માં ક્રમે છે. જ્યારે ગયા વર્ષે તેનું રેન્કિંગ 55 હતું.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયલના ગાઝામાં હુમલાને પગલે વર્ષ 2023થી યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 200થી વધુ પત્રકારોના મોત નિપજ્યા છે. આ રિપોર્ટમાં ભારતના આંકડા અપાયા છે જે મુજબ ભારતમાં 20 ભાષાઓમાં 1,40,000 પબ્લિકેશન પ્રકાશિત થાય છે. જેમાં 20,000થી વધુ દૈનિક સમાચારપત્રોનો સમાવેશ થાય છે. જેનું સંયુક્ત સકર્યુલેશન 390 મિલિયન એટલે કે આશરે 39 કરોડ કોપીનું છે.