For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતની સૌપ્રથમ COVID-19 વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલની મળી મંજૂરી

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રસીનો ટેસ્ટ જુલાઇમાં શરૂ થશે

Updated: Jun 29th, 2020

Article Content Imageનવી દિલ્હી, 29 જુન 2020 સોમવાર

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી ભારતની પહેલી COVID-19 રસી COVAXINનાં ક્લિનિકલ ટ્રાયલને સરકારે મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં તેનો ટેસ્ટ માણસો પર શરૂ થશે. જણાવી દઈએ કે ભારતમાં કોવિડ -19 ની આ સૌ પ્રથમ રસી છે, જેને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી ભારત બાયોટેક વેક્સિન બનાવવામાં લાગ્યું છે. હવે જોવાનું એ છે કે આ રસી ક્લિનિકલ ટ્રાયલમાં અસરકારક થાય છે કે નહીં.

હાલમાં વિશ્વમાં 100થી વધુ કોવિડ -19 વેક્સિન વિકાસના વિવિધ તબક્કાઓ હેઠળ છે. તેમણે જણાવ્યું કે, રોગચાળાએ વૈશ્વિક એકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. આ ઉપરાંત, આરોગ્યને ખર્ચ તરીકે નહીં, પણ રોકાણ તરીકે જોવું જોઈએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલે કહ્યું છે કે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે વિશ્વને એક વર્ષ કે તેથી પહેલાં પણ કોવિડ -19 ની રસી મળી શકે છે. તેમણે રસીના વિકાસ, ઉત્પાદન અને વિતરણમાં વૈશ્વિક સહકારના મહત્વની પણ વાત કરી છે.

લંડનમાં નવી રસીના માનવ પરીક્ષણો શરૂ થયા છે. ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા વિકસિત આ રસી આવતા અઠવાડિયામાં આશરે 300 લોકોને આપવામાં આવશે.

પ્રાણીઓ પરનાં ટેસ્ટમાં આ રસી સલામત હોવાનું જણાયું છે અને અસરકારક રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવામાં પણ તે સફળ રહી છે. આ ઉપરાંત ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પણ માનવ પરીક્ષણો શરૂ કરી દીધા છે. વિશ્વમાં લગભગ 120 વેક્સિન પ્રોગ્રામ પર કામ ચાલી રહ્યું છે.

Gujarat