Get The App

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે!

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! 1 - image

Image: PTI



Vice Presidential Election: દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન 9 સપ્ટેમ્બરે થવાનું છે. આ માટે, શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના ઉમેદવારો પસંદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે ઈન્ડિયા ગઠબંધન આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં બિન-કોંગ્રેસી ઉમેદવાર પસંદ કરવાની તૈયારી કરી રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે, તેનો મુખ્ય હેતુ તમામ વિપક્ષી પક્ષોને એક કરવાનો છે. જેથી ભાજપ વિરોધી મતોને તેમની તરફ વાળી શકાય. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઓછામાં ઓછા 11 મતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ


વિપક્ષ કેવી રીતે બનાવશે ઉપરાષ્ટ્રપતિનો ઉમેદવાર? 

ગુરૂવારે થયેલી બેઠકમાં સામેલ એક વરિષ્ઠ વિપક્ષ નેતાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા માર્ગેરેટ અલ્વાને વિપક્ષના ઉમેદવાર બનાવવામાં આવે તેવો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'અમે ગત વખતે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ભૂલનું પુનરાવર્તન નહીં કરીએ.'

જણાવી દઈએ કે, તે સમયે સંસદમાં બીજી સૌથી મોટી વિપક્ષ પાર્ટી તૃણમુલ કોંગ્રેસે કોંગ્રેસ ઉમેદવાનું સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો હતો. 

આ પણ વાંચોઃ VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી 'રુદ્રાસ્ત' દોડાવાઈ

રાહુલ ગાંધીના આવાસ પર ડિનર પાર્ટી

નોંધનીય છે કે, ગુરૂવારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષી નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે અને ફારુક અબ્દુલ્લા, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ'બ્રાયન અને સીપીઆઈ(એમ) ના મહાસચિવ એમએ બેબી સહિત 14 વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

શું ટીએમસી પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે?

અહેવાલો મુજબ, અન્ય એક વિપક્ષી નેતાએ દાવો કર્યો છે કે, ટીએમસીએ આ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પાર્ટી ઉમેદવાર ઉતારવાની અનિચ્છા વ્યક્ત કરી છે. તે જ સમયે, થોડા સમય પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સામૂહિક નિર્ણય લેશે.

એકજૂટ થઈને ચૂંટણી લડવાની તૈયારીઓ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુરૂવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં, બધા નેતાઓ સંમત થયા હતા કે ઈન્ડિયા ગઠબંધન એક થઈને ચૂંટણી લડે. જો કે, આ સમય દરમિયાન કેટલાક વિપક્ષી નેતાઓએ દલીલ કરી હતી કે, NDA પાસે તેના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને હરાવવા માટે પૂરતી સંખ્યા છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધન સરળતાથી ચૂંટણી લડી નહીં શકે અને તેને વૈચારિક આધારે લડવું પડશે.

Tags :