Get The App

શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ 1 - image


Where Is Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી જગદીપ ધનખર કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. આ દરમિયાન તેમનું કોઈ નિવેદન પણ બહાર આવ્યું નથી. હવે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે X પર દેશના ગૃહમંત્રી અમિત શાહને તેમના વિશે એક મોટો પ્રશ્ન પૂછ્યો છે. તેમણે પૂછ્યું છે કે શું અમને જણાવશો કે જગદીપ ધનખડ ક્યાં છે? તેમણે X પર પોસ્ટ કરીને પૂછ્યું છે કે, 'શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ  સુરક્ષિત છે? તેમનો સંપર્ક કેમ નથી થઈ રહ્યો?'



ધનખડે આપ્યું હતું રાજીનામું 

કપિલ સિબ્બલે આગળ લખ્યું છે કે, "અમિત શાહને ખબર હોવી જોઈએ! જગદીપ ધનખડ  આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. દેશને ચિંતા થવી જોઈએ." જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક રાજીનામું આપ્યા બાદ 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું હતું. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ 2027 માં સમાપ્ત થવાનો હતો. ત્યારથી, નવા ઉપરાષ્ટ્રપતિના નામ અંગે અટકળોનો દોર શરૂ થયો છે.

9 સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટપતિ પદની ચૂંટણી 

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને આ સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાહેરનામા અનુસાર, નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે અને દસ્તાવેજોની ચકાસણી 22 ઓગસ્ટે કરવામાં આવશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે.

Tags :