VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી 'રુદ્રાસ્ત' દોડાવાઈ
Indian Railway News : ભારતીય રેલ્વેએ 7 એન્જિન, 354 વેગન અને 4.5 કિમી લાંબી માલગાડી 'રુદ્રાસ્ત્ર'નું સફળતાપૂર્વક સંચાલન કરીને ઇતિહાસ રચ્યો છે. સાડા ચાર કિમી લાંબી 'રુદ્રાસ્ત્ર' માલગાડી ગુરુવારે બપોરે PDDU રેલ્વે ડિવિઝનના ગંજખ્વાજા સ્ટેશનથી રવાના થઈ અને શુક્રવારે 14 કલાક પછી ધનબાદના ફુલબાસિયા કોલસા લોડિંગ સાઇટ પર પહોંચી.
400 કિ.મી.નું અંતર કાપ્યું
લગભગ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે 400 કિમીનું અંતર કાપ્યા પછી માલગાડી સવારે 4.30 વાગ્યે પહોંચી. ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે પહોંચવાની માહિતી મળતા અધિકારીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા.
PDDU રેલ્વે ડિવિઝનને ભારતીય રેલ્વેની જીવનરેખા માનવામાં આવે છે. જ્યાં પેસેન્જર ટ્રેનોથી માડીને માલગાડીઓ સુધી ઘણું દબાણ હોય છે. આ કારણે તેને મોલ લોડિંગ માટે પણ એક મહત્વપૂર્ણ રેલવે રૂટ માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, અહીં માલગાડીઓના કોચની તપાસ અને સમારકામ કરવામાં આવે છે.
કેવી રીતે તૈયાર કરી આટલી લાંબી ટ્રેન?
આ ક્રમમાં, ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત PDDU જંકશનને અડીને આવેલા ગંજખ્વાજા સ્ટેશન પર છ ખાલી બોક્સોન રેકને જોડીને રુદ્રાસ્ત્ર ગુડ્સ ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી. આ ગુડ્સ ટ્રેનમાં 354 વેગન અને સાત એન્જિન ઉમેરીને સાડા ચાર કિલોમીટર લાંબો રેક તૈયાર કરવામાં આવ્યો હતો. ગયા ગુરુવારે બપોરે 'રુદ્રાસ્ત્ર' ગુડ્સ ટ્રેનનો સાડા ચાર કિલોમીટર લાંબો રેક રવાના કરવામાં આવ્યો હતો.