ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : ઇઝરાયલમાં નેતન્યાહૂની પાર્ટીના સમર્થન વિના ગાદી આઈઝનકોટ સરકાર બનાવી શકે તેમ નથી. તેથી તેઓએ પોતાની વિરોધી પાર્ટી સાથે પણ ગઠબંધન સાધવા મંત્રણા શરૂ કરવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ઇઝરાયલમાં ચૂંટણી પછી સરકાર રચવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. રાષ્ટ્રપ્રમુખે 'યાશર' પાર્ટીના ગાદી આઈઝનકોટને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે અને સંસદમાં બહુમતિ સિધ્ધ કરવા માટે ૨૮ દિવસની મુદત આપી છે.
આઈઝનકોટ પહેલા આરબ પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવવા વિચારતા હતા. પરંતુ હવે તેમની સાથે મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. તેથી આઈઝનકોટે પોતાના પ્રતિસ્પર્ધી, બેન્જામીન નેતન્યાહૂની પાર્ટી 'લિકુડ' સાથે ગઠબંધન સાધવા, તેને નિમંત્રણ આપ્યું છે. આજે ૨૨ નવેમ્બરે બંને વચ્ચે મંત્રણા શરૂ થઈ છે.
ઇઝરાયલની નેસેટ (સંસદ)ની ચૂંટણીમાં બેન્જામીન નેતન્યાહૂની પાર્ટી લિકુડને ૫૩ સીટ મળી હતી. જ્યારે આઈઝનકોટની 'યાશર' પાર્ટીને ૪૮ સીટ મળી હ તી. હવે જો ૨૮ દિવસમાં આઈઝનકોટ સરકાર ન બનાવી શકે તો પ્રમુખ બન્જામિન નેતન્યાહૂને ફરી સરકાર રચવા આમંત્રણ આપે.
આઈઝન કોટની પાર્ટીમાં જ ગઠબંધન માટે મતભેદ છે. તેથી હજી તે અંગે નિર્ણય લઈ શકાયો નથી.
બીજી તરફ પ્રમુખ હરજોગ ઇચ્છે તો આઈઝનકોટને બહુમતી સિદ્ધ કરવા આપેલી ૨૮ દિવસની મુદત ૧૪ દિવસ વધારી પણ દે. આઈઝનકોટ પાસે ૩ વિકલ્પ છે. (૧) રૂઢિવાદી કટ્ટર જમણેરી 'હરદીમ' પાર્ટી સાથે ગઠબંધન સાધવું જે ઇઝરાયલ ધર્મ-ગ્રંથોનો પ્રચાર કરવા તેમજ સેના મજૂબૂત કરવા માગે છે. (૨) બીજો વિકલ્પ 'લિકુડ' સાથે જોડાણ કરવાનો છે. (૩) ત્રીજો વિકલ્પ તે છે કે જો પહેલાં બંને પ્રયાસો નિષ્ફળ જાય તો તેઓ લિકુડ સાથે પણ જોડાણ સાધી શકે જેમાં અર્ધો સમય નેતન્યાહૂ વડાપ્રધાન રહે, અર્ધો સમય આઈઝનકોટ વડાપ્રધાનપદે રહે તો. સહજ છે કે હવે પછીનાં અઢી વર્ષ દરમિયાન નેતન્યાહૂ વડાપ્રધાનપદે આવે.




