Get The App

હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન 1 - image


IMD Monsoon Alert : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી દીધા બાદ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદ ભારે વરસાદ સાથે કરાં પડવાની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની સાથે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એલર્ટમાં કહેવાયું છે કે, કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાક 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે.

ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની

આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ જોવા મળી રહી છે. 21 મેની આસપાસ કર્ણાટક કિનારાથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉદભવવાની સંભાવના છે, જેના કારણે 22 મેએ રાજ્યમાં લૉ પ્રેસર વિસ્તારનું દબાણ જોવા મળશે. ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધશે અને તીવ્ર બની શકે છે. આ ટ્રફ લાઈ પંજાબના મધ્ય ભાગોથી ઉત્તર બાંગ્લાદેશ સુધી વિસ્તરે છે, જે હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તર ગંગાના મેદાનો પશ્ચિમ બંગાળ પર સાઈક્લોનિક સર્કુલેશનમાંથી પસાર થાય છે.

આગમી સાત દિવસ દરમિયાન આ રાજ્યોમાં પડશે વરસાદ

હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આસામની ઉપર પણ ચક્રવાતી સિસ્ટમ ફેલાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રની ઉપર પણ આવી સ્થિતિ છે, તેથી આગમી સાત દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વીજળી સાથે ભારે વરસાદ પડવાની તેમજ પ્રતિ કલાક 30-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ઉપરાંત આસામ, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ

આગાહી મુજબ કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે આગામી સાત દિવસ દરમિયાન તમિલનાડુ, પુંડુચેરી, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠો, તેલંગણામાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે. આ રાજ્યોમાં પ્રતિ કલાક 30-50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો : VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત

ગુજરાત-મહારાષ્ટ્રમાં પણ વરસાદનું એલર્ટ

પશ્ચિમ ભારતની વાત કરીએ તો ગોવા અને મહારાષ્ટ્રમાં 19થી 24 મે દરમિયાન અને ગુજરાતમાં 22-24 મે વચ્ચે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગોવામાં 50-60ની ઝડપી પવન ફૂંકાઈ શકે છે.

મધ્ય ભારતમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડમાં ઝડપી પવન સાથે વરસાદ, આગામી સાત દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા બિહારમાં ગાજવીજ સાથે 50 કિમીની ઝડપે પવન ફુંકાશે અને વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ બંગાળમાં 19થી 21 મે દરમિયાન વરસાદ પડી શકે છે.

હિમચાલ પ્રદેશ-ઉત્તરાખંડમાં વરસાદ સાથે કરાં પડવાની આગાહી

ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 19થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 19-20 મે, ઉત્તરાખંડમાં 19થી 24 મે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન, પશ્ચિમ રાજસ્થાન અને પંજાબમાં 19 મેએ વરસાદ પડવાનું એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત હિમચાલ પ્રદેશ-ઉત્તરાખંડમાં વરસાદ સાથે કરાં પડી શકે છે.

રાજસ્થાન અને ઓડિશામાં લૂનું એલર્ટ

આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજસ્થાન અને ઓડિશામાં લૂનું એલર્ટ અપાયું છે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં તાપમાનનો પારો 36-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો છે.

આગામી 3 દિવસ સુધી દિલ્હી NCRમાં હવામાન બદલાશે

છેલ્લા 24 કલાકમાં દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. 19થી 21 મે સુધી દિલ્હી એનસીઆરમાં આગામી ત્રણ દિવસ આકાશ આંશિક વાદળછાયું રહેશે. આ દરમિયાન સાાન્ય વરસાદ વરસાદ વાવાઝોડા, વીજળી અને ભારે ધૂળવાળા પવનોનું એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો : UPSC પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, બે શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી

Tags :