Get The App

UPSC પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, બે શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
UPSC પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, બે શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી 1 - image


UPSC Exam Date 2025 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા-2025 માટેનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જાહેરાત મુજબ, આ પરીક્ષા રવિવાર-25 મેએ યોજવામાં આવશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsconline.gov.in પરથી તેમનું ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે

યુપીએસસીએ તમામ વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ પરની સૂચનાઓ ધ્યાનથી વાંચવાની સલાહ આપી છે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે. પ્રથમ શિફ્ટમાં સવારે 9:30થી 11:30 વાગ્યા સુધી સામાન્ય અભ્યાસની પરીક્ષા યોજાશે, જ્યારે બીજી શિફ્ટ બપોરે 2:30 થી 4:30 વાગ્યા દરમિયાન CSATની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યુપીએસસીએ ઉમેદવારોને કહ્યું છે કે, તેઓ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા ફોટો આઈડી-કાર્ડ લઈને આવે. આ દસ્તાવેજો વિના તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

હિન્દી અને અંગ્રેજી ભાષામાં પેપર

ઉપરોક્ત જે બંને પરીક્ષા યોજાવાની છે, તે હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં છે. દરેક પેપર માટે બે કલાકનો સમય આપવામાં આવશે. જ્યારે CSAT પેપર ફક્ત ક્વોલિફાઈંગ છે, તેના ગુણ મેરિટમાં ઉમેરાતા નથી. જ્યારે CSAT પાસ કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 33 ટકા ગુણ (66 ગુણ) મેળવવા ફરજિયાત છે તેમજ તેની મુખ્ય પરીક્ષા 22 ઓગસ્ટ-2025થી શરૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા

કેવી રીતે ડાઉનલોડ કરવું

  • યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.gov.in પર જાવો.
  • હોમપેજ પર “What’s New” અથવા “Examinations” વિભાગમાં જાઓ.
  • પછી અહીં “e-Admit Card: Civil Services (Preliminary) Examination 2025” લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ અહીં નોંધણી નંબર (OTR નંબર) અથવા રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો. નોંધણી નંબર ખબર ન હોય તો “Forgot RID” ઓપ્શનનો ઉપયોગ કરો.
  • UPSC એડમિટ કાર્ડ 2025 ડાઉનલોડ કરતા પહેલા ‘Important Instructions to the Candidate’ ડાઉનલોડ કરો.
  • વિગતો સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર યુપીએસસી એડમિટ કાર્ડ-2025 જોવા મળશે, તમે તેને ડાઉનલોડ કરી શકો છે અને પ્રિન્સઆઉટ પણ કરી શકો છો.
  • અહીં ખાસ ધ્યાન રાખજો કે, આ તમામ પ્રક્રિયા દરમિયાન તમામ વિગતો ચકાસવી ખૂબ જરૂરી છે. એડમિટ કાર્ડ પર દર્શાવેલ નામ, ફોટો, રોલ નંબર, પરીક્ષા કેન્દ્ર અને તારીખ જેવી વિગતો તપાસવી જરૂરી છે.

આ પણ વાંચો : ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ

Tags :