India

100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ

By GS Team
29 May 20263 mins read
TukuTouch Logo
ભારતમાં ચોમાસું હજી પૂરી રીતે શરૂ થયું નથી, ત્યાં જ હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24થી 48 કલાક માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 2થી 3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાવા, કરા પડવા અને ભારે વરસાદ થવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જોતાં હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. જોકે, આ ભયંકર તોફાન અને વરસાદની વચ્ચે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે, કારણ કે તાપમાનમાં સીધો 6થી 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ

IMD Issues Red Alert: ભારતમાં ચોમાસું હજી પૂરી રીતે શરૂ થયું નથી, ત્યાં જ હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24થી 48 કલાક માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 2થી 3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાવા, કરા પડવા અને ભારે વરસાદ થવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જોતાં હવામાન વિભાગે 'રેડ ઍલર્ટ' જાહેર કર્યું છે. જોકે, આ ભયંકર તોફાન અને વરસાદની વચ્ચે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે, કારણ કે તાપમાનમાં સીધો 6થી 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાશે.

યુપીમાં વિનાશક તોફાનની આશંકા: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ માટે ખાસ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્ય માટે આજનો દિવસ ઘણો જોખમી સાબિત થઈ શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 80થી 100 કિમી/કલાકની વિનાશક ઝડપે ભારે વાવાઝોડું આવવાની શક્યતા છે, જેની સાથે મુશળધાર વરસાદ અને કરા પણ પડી શકે છે. બીજી તરફ, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે 70થી 80 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને કરા પડશે. આ ખરાબ હવામાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેમાં 30 મેના રોજ આખા ઉત્તર પ્રદેશમાં 50થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 31 મેના રોજ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

દિલ્હી-હરિયાણામાં તોફાનનું ઍલર્ટ અને બિહાર-ઝારખંડમાં આંધીની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેશની રાજધાની દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં 70થી 80 કિમી/કલાકની ઝડપે જોરદાર તોફાન આવવાની, કરા પડવાની અને ભારે વરસાદની આશંકા છે, જે 30 મેના રોજ પણ ચાલુ રહેશે. બીજી તરફ, બિહારમાં આજે કેટલીક જગ્યાએ ભારે વરસાદ સાથે 60થી 70 કિમી/કલાકની ઝડપે તેજ વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી અપાઈ છે. બિહારમાં 30 મેના રોજ પણ ધૂળની ડમરીઓ પાવ ફૂકાશે, જ્યારે 31 મે અને 1 જૂને હળવોથી મધ્યમ વરસાદ પડશે. પાડોશી રાજ્ય ઝારખંડમાં પણ આજે અને 31 મે દરમિયાન 50થી 60 કિમી/કલાકની ઝડપે તોફાન આવી શકે છે અને 1થી 3 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે.

પહાડી રાજ્યોમાં હવામાન ખરાબ થવાની આશંકા

પહાડી રાજ્યોની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં આજે કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે, જેના કારણે 30 મે સુધી પહાડી વિસ્તારોમાં હવામાન ખરાબ રહેશે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ કરા પડવાની સાથે 50થી 60 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાનું અનુમાન છે. પહાડો પર થઈ રહેલી આ કુદરતી હલચલને કારણે મેદાની વિસ્તારો તરફ ઠંડી હવાઓ આવશે, જેનાથી તાપમાનનો પારો ગગડશે.

આ પણ વાંચો: ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત

મધ્ય પ્રદેશમાં કાળઝાળ હીટવેવની વિદાય

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં લૂ(હીટવેવ)ની છેલ્લી અસર જોવા મળશે. ત્યારબાદ આજે અને આવતીકાલે આખા મધ્ય પ્રદેશમાં કરા પડવા અને 50-60 કિમી/કલાકની ઝડપે તોફાન આવવાનું ઍલર્ટ છે. આ ઉપરાંત 31 મેના રોજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ છત્તીસગઢમાં પણ આજથી 31 મે દરમિયાન 50થી 60 કિમી/કલાકની ઝડપે આંધી-તોફાન આવવાની આશંકા છે, જેનાથી ગરમીનો પ્રકોપ ઓછો થશે અને 1 જૂને પણ અહીં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.