India

‘આ લોકોના કહેવા પર રાજીનામાં થતા રહેશે તો દેશમાં કોઈ પદ બચશે નહીં’, CJP પર ભડક્યા બૃજભૂષણ સિંહ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ગોંડામાં ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે CJP પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, કોકરોચ જનતા પાર્ટી બાળકોની આડમાં તીર છોડી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની કોંગ્રેસ-સપાની માંગ પર બોલતા સિંહે કહ્યું કે, જો આમ જ ચાલશે તો કોઈ પદ પર રહી શકશે નહીં. તેમણે CJP ના જનાધાર અને સંગઠન પર પણ સવાલો ઉઠાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

‘આ લોકોના કહેવા પર રાજીનામાં થતા રહેશે તો દેશમાં કોઈ પદ બચશે નહીં’, CJP પર ભડક્યા બૃજભૂષણ સિંહ

Brijbhushan Sharan Singh CJP Remarks: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે. દિલ્હીમાં યોજાયેલા પ્રદર્શનમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ સામેલ થઈ હતી. અખિલેશ યાદવ પણ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે મોટા પ્રહાર કર્યા છે. ગોંડામાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એકવાર બાળકોની આડમાં તીર નિશાના પર લાગી ગયું તો, આ લોકો દરેક વ્યક્તિને હટાવવાની માંગ કરી રહ્યા છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે, તો કોઈ પણ પદ પર કોઈ વ્યક્તિ બેસી શકશે નહીં.

બ્રિજભૂષણ શરણ સિંહે શું કહ્યું?

એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલા આંદોલન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જુઓ, આ કોકરોચ પાર્ટી જે છે, એકવાર તેમનું તીર નિશાના પર લાગી ગયું. તે પણ બાળકોની આડમાં. હવે આ લોકોએ એ જ ફોર્મ્યુલા અપનાવી લીધી છે.' પૂર્વ સાંસદ ઉમેર્યું કે, તેમનો કોઈ જનાધાર નથી. તેમની કોઈ પાર્ટી નથી, સંગઠન નથી કે કોઈ ઈતિહાસ નથી.' કોકરોચ જનતા પાર્ટી પર પ્રહાર કરતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, આ લોકો હંમેશા નકારાત્મક રાજકારણ કરવાની વાત કરે છે. હકારાત્મક રાજકારણ વિશે તો તેમને ખબર જ નથી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, જો તેમના કહેવાથી રાજીનામા થતા રહેશે, તો આ દેશમાં કોઈ પદ બચશે જ નહીં, બધાને રાજીનામા આપવા પડશે.

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રદર્શન

CJP તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સતત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે વિપક્ષી દળો સતત પ્રદર્શન કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, અને વોટ ચોરી દ્વારા ભાજપની સરકાર બનાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ચૂંટણી પંચ દ્વારા પહેલાથી જ તમામ મુદ્દાઓ પર સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે. છતાં પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાથી લઈને અખિલેશ યાદવ સુધીના નેતાઓ દિલ્હીમાં પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહે આ જ મુદ્દે નિશાન સાધ્યું છે.