‘મને ભણેલા લોકો કરતાં અંડરવર્લ્ડ-રેડ લાઇટ એરિયામાંથી વધુ વોટ મળ્યા’ ગડકરીનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari Statement Nagpur Voting Percentage: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પોતાના સ્પષ્ટ વક્તા અંદાજ માટે જાણીતા છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનને કારણે ફરી એકવાર રાજકીય ચર્ચા ગરમાઈ છે. તેમણે મતદાનની ટકાવારીના આંકડા શેર કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મુક્યા છે. સાથેજ પોતાના નિવેદન અંગે બાદમાં ખુલાસો પણ કર્યો છે. નીતિન ગડકરીએ નાગપુરના એક કાર્યક્રમમાં કહ્યુ કે, તેમને શિક્ષિતના બદલે અપરાધિક વિસ્તારોમાંથી સૌથી વધુ વોટ મળ્યા છે. સાથેજ ગડકરીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે, તેનો મતલબ એ નથી કે તેઓ અપરાધિક ગતિવિધિઓને સમર્થન આપે છે.
નાગપુરના કાર્યક્રમમાં મતદાન ટકાવારીના આંકડા કર્યા શેર
શિક્ષિત વિસ્તારો: શહેરના મોટા અને શિક્ષિત વિસ્તારોમાંથી તેમને કુલ મતદાનના લગભગ 70% થી 75% વોટ મળ્યા હતા.
અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયા: જ્યારે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વિસ્તારો, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી તેમને 92% જેટલા રેકોર્ડબ્રેક વોટ મળ્યા હતા.
નિવેદન પર ખુલાસો
નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નાગપુરમાં અંડરવર્લ્ડ અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા 99% લોકો તેમના સમર્થક છે. જોકે, તેનો અર્થ એવો બિલકુલ નથી કે, તેઓ તેમની અનૈતિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન આપે છે. તેમણે ઉમેર્યું કે, તેમના તમામ લોકો સાથે સંબંધો છે, પરંતુ તેને ખોટા સંદર્ભમાં ન લેવો જોઈએ. તેમણે તે વિસ્તારોમાં કરેલા રસ્તાઓના નિર્માણ અને સામાજિક કાર્યોને કારણે આ સમર્થન મળ્યું હોવાનું જણાવ્યું હતું.
ડીઝલ વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ ટેકનોલોજીને લીલી ઝંડી
આ જ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, જૂના ડીઝલ ટ્રક અને બસોમાંથી નીકળતા પ્રદૂષણને ઘટાડવા માટે સરકારે 'રેટ્રોફિટ એમિશન કંટ્રોલ ડિવાઇસ' (RECD) ને મંજૂરી આપી છે. આ ઉપકરણ ડીઝલ વાહનોમાંથી ઉત્સર્જિત થતા પાર્ટિક્યુલેટ મેટર (PM) માં 90% અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) માં 60% સુધીનો ઘટાડો કરવા માટે સક્ષમ છે.




