India

લખનઉ કોંગ્રેસ ઓફિસમાં ભારે ધમાલ કાર્યકરો વચ્ચે બૂટ-ચંપલથી મારામારી

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
લખનઉમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં નવા પ્રમુખ આરાધના મિશ્રાના પદગ્રહણ સમારોહમાં ભારે હંગામો થયો હતો. કાર્યકરો જૂથોમાં વહેંચાઈ ગયા અને ચંપલોથી મારામારી કરી. પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાયના સમર્થકો અને આરાધના મિશ્રાના સમર્થકો વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ ધક્કામુક્કી પણ થઈ. લગભગ 10 મિનિટ સુધી ચાલેલી આ લડાઈમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

લખનઉ કોંગ્રેસ ઓફિસમાં ભારે ધમાલ કાર્યકરો વચ્ચે બૂટ-ચંપલથી મારામારી

લખનઉ : લખનઉમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મોટા પાયે હોબાળો થયો હતો. કોંગ્રેસ કાર્યાલયમાં ચંપલોથી મારા મારી થઇ હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નવા નિમાયેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આરાધના મિશ્રા અને કાર્યકારી પ્રમુખ ઇમરાન મસુદનાં પદગ્રહણ સમારંભમાં કોંગ્રેસ કાર્યકરો અંદરોઅંદર લડયા હતાં.
આ દરમિયાન ચંપલ અને બૂટ ઉછળ્યા હતાં. ગાળો બોલવામાં આવી હતી અને ધક્કા મુક્કી પણ થઇ હતી. ૧૦ મિનિટ સુધી લડાઇ ચાલુ રહી હતી. પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાય સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર પદગ્રહણ સમારંભ દરમિયાન અજય રાયનાં સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેની સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં નેતા આરાધના મિશ્રાનાં સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર આરાધના મિશ્રા અને અજય રાય વચ્ચે શાબ્દિક ટિપ્પણી થઇ હતી. ત્યારબાદ હોબાળો શરૂ થઇ ગયો હતો. બંને જૂથોનાં સમર્થકો સામસામે આવી ગયા હતાં.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં નવા પદાધિકારીઓનાં પદગ્રહણ સમારંભ દરમિયાન આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાય સામેલ થયા ન હતાં.
આ અંગે જ્યારે કાર્યકારી પ્રમુખ ઇમરાન મસુદને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ પ્રમુખને સામેલ કરવાની પરંપરા નથી. પક્ષ કાર્યાલયમાં તેમની પાસેથી કાર્યભાર લઇ લેવામાં આવ્યું છે.
મસૂદે ઇન્ડિયા ગઠબંધનની એકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગઠબંધન મજબૂત રીતે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશ ચૂંટણી, ૨૦૨૭ને ધ્યાનમાં રાખીને રાજ્યની ટીમમાં મોટા ફેરફાર કરીને આરાધના મિશ્રા ઉર્ફે મોનાને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા છે.