Get The App

ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી 1 - image


ITR filing mistake : નાણાકીય વર્ષ 2025 એટલે કે, એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઈન્કમટેક્ષ  રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જોકે તારીખ વધારી દેવામાં આવી છે, તેમ છતાં છેલ્લા દિવસ સુધી રાહ જોવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા પેપર કાર્યવાહી, ટેકનિક ઝટિલતાઓ અને ક્યારેક પોર્ટલમાં ખામીના કારણે ખૂબ મુશ્કેલી આવતી હોય છે.

આ પણ વાંચો : ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી

છેલ્લા દિવસ સુધી રાહ જોયા વિના રિટર્ન ભરી દેવું જોઈએ

તેમાં પણ ખાસ કરીને જે કરદાતાઓ ITR-1 અને ITR-4 ફોર્મનો ઉપયોગ કરે છે તેઓએ વિલંબ કર્યા વિના રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે આ ફોર્મ્સની ઓનલાઈન એક્સેલ ઉપયોગિતા પહેલાથી જ જારી કરવામાં આવી ચૂકી છે. પરંતુ જો તમે ઉતાવળમાં રિટર્ન ફાઇલ કરવામાં કોઈ ભૂલ કરી હોય, જેમ કે ઈન્કમનો સ્ત્રોત ભૂલી ગયા હોવ અથવા કોઈ વ્યક્તિગત માહિતી ખોટી ભરાઈ ગઈ હોય તો, ગભરાવાની જરૂર નથી. તમે તમારા રિટર્નમાં સુધારો કરી શકો છો.

શું તમે આ ભૂલ કરી છે? તો જલ્દી સુધારો, નહીં તો નોટિસ મળી શકે છે

રિટર્નમાં ભરવામાં થયેલી ભૂલો પણ ગંભીર હોઈ શકે છે. જેમ કે ઈન્કમનો સ્ત્રોત છુપાવવો અથવા બેંક એકાઉન્ટ નંબર ખોટો નાખવો. પરંતુ જો તમને સમયસર ભૂલ સમજાઈ જાય, તો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રિવાઈઝ રિટર્ન ફાઇલ કરીને આવકવેરા નોટિસથી બચી શકો છો.

આ પણ વાંચો : જાણીતા કથાવાચક અનિરુદ્ધચાર્ય બેકફૂટ પર, વિવાદિત નિવેદન બાદ કહ્યું- વીડિયો સાથે ચેડાં થયા

આ રીતે રિટર્ન સુધારો કરો 

રિટર્નને રિવાઈઝ કરવા માટે પહેલા આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલમાં લોગ ઇન કરો. પછી '‘E-file’ ટેબ પર જાઓ, 'ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન' પસંદ કરો, હવે એસેસમેન્ટ વર્ષ (2025-26) પસંદ કરો અને 'કલમ 139(5) હેઠળ સુધારેલ રિટર્ન' વિકલ્પ પર ક્લિક કરો.

ધ્યાનમાં રહે કે, સુધારેલ રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે અગાઉ ફાઇલ કરેલા રિટર્નનો એકનોલેજમેન્ટ નંબર દાખલ કરવો પડશે. જો તમે રિટર્ન ઑફલાઇન એટલે કે પેપર મોડમાં ફાઇલ કર્યું હોય, જે 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો દ્વારા કરી શકાય છે, તો સુધારો પેપર મોડમાં જ પણ કરવો પડશે.


Tags :