જાણીતા કથાવાચક અનિરુદ્ધચાર્ય બેકફૂટ પર, વિવાદિત નિવેદન બાદ કહ્યું- વીડિયો સાથે ચેડાં થયા
Aniruddhacharya Viral Video On Women: યુવતીઓ પર આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સર્જાયેલા હોબાળા પર કથાવાચક અનિરૂદ્ધાચાર્ય હવે બેકફૂટ પર આવ્યા છે. તેમનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, મારી અમુક બહેનો આ પ્રસારિત થઈ રહેલા વીડિયોથી દુઃખી છે. કહેવા માગુ છું કે, અમુક છોકરીઓ એવી છે કે, ચાર જગ્યાએ ફરીને કોઈને ઘરે જશે, તો શું તે કોઈ સંબંધોને નિભાવી શકશે. આથી છોકરી હોય કે છોકરો બંને ચરિત્રવાન હોવા જોઈએ.
કથાવાચકનો આ વીડિયો વાઈરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો. જેથી કથાવાચકે સ્પષ્ટતા આપવી પડી કે, આ વાત મેં અમુક છોકરીઓ અને અમુક લોકો માટે કહી હતી, પરંતુ તેને તોડી-મરોડીને પ્રસારિત કરવામાં આવ્યો છે.
Anirudhacharya says that by age 25 most women are becoming impure or non-virgin. This is the reason why many divorces and murdering of husbands are happening recently.
— ShivaSanatana (@ShivaSanatana1) July 20, 2025
What's your view 🤔. pic.twitter.com/Iu6ZvQ3kp7
અમેરિકામાં કથા કરતાં આપ્યું હતું આ નિવેદન
અમેરિકામાં કથા કરી રહેલા કથાકાર અનિરુદ્ધાચાર્યએ રિલીઝ થયેલા વીડિયોમાં કહ્યું છે કે તાજેતરમાં, ઇન્દોરના રાજા રઘુવંશીની તેની જ પત્નીએ હત્યા કરી હતી, જે ફક્ત 25 વર્ષની હતી. આ છોકરીએ કોઈ અજાણી વ્યક્તિને કારણે પોતાના પતિની હત્યા કરી હતી. એવું સાંભળવા મળ્યું છે કે કેટલીક છોકરીઓ આવી જ હોય છે. જ્યારે મારા વાઈરલ વીડિયોમાં કેટલીક શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે. જેના લીધે હોબાળો થયો છે.
તોડી-મરોડીને પ્રસારિત કર્યો વીડિયો
કથાવાચક અનિરૂદ્ધાચાર્યે કહ્યું કે, ‘કેટલાક’ શબ્દ હટાવી વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેથી લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો છે. મેં ક્યારેય નારીનું અપમાન કર્યુ નથી. નારી આપણી લક્ષ્મી છે. અમે વ્રજમાં શ્યામસુંદર રાધારાનીના ચરણ દબાવીએ છીએ. તેમ છતાં મારી અધૂરી વાત સાંભળી કોઈ પણ બહેન-બેટીની લાગણી દુભાઈ હોય તો મને અવશ્ય ક્ષમા કરજો.
રાજ્ય મહિલા આયોગે નોંધ લીધી
વૃંદાવનના કથાકાર અનિરુદ્ધાચાર્ય મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદોમાં મુકાયા હતા. તેમના નિવેદન પર મહિલા સંગઠનો અને અન્ય લોકોના વિરોધ બાદ, શુક્રવારે રાજ્ય મહિલા આયોગે પણ નોંધ લીધી હતી. રાજ્ય મહિલા આયોગના પ્રમુખ ડૉ. બબીતા સિંહ ચૌહાણે કહ્યું હતું કે કથાકારને તેમના નિવેદન પર નોટિસ મોકલવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે.