હુતી વિદ્રોહીઓનો સઉદી અરબ પર ફરીથી હુમલો : રિયાદ એરપોર્ટને નિશાન બનાવ્યું : 12નાં મોત 300 ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : ઇરાન સમર્થિક હુતી વિદ્રોહીઓએ ફરીથી પ્રચંડ હુમલો કર્યો છે. ગઈકાલે કરેલા હુમલામાં ત્રણનાં મોત થયાં હતાં. પરંતુ આજના હુમલામાં ૧૨ નાં મોત થયાં હતાં. ૩૦૦ થી વધુ ઘાયલ થયા હતા. ગઈકાલે મોડી રાત્રીએ હુતી વિદ્રોહીઓએ રિયાદ હૂતી વિદ્રોહીઓએ રિયાદના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ છોડયાં હતાં. તેથી જોરદાર ધડાકા થયા અને બિલ્ડીંગમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આ ઉપરાંત રનવે ઉપર પણ મિસાઈલ પડતાં રન-વે ક્ષતિગ્રસ્ત થયો હતો.
હુમલા શરૂ થતાં એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં નાસભાગ થઈ ગઈ હતી. સાયરનો વાગવા લાગ્યા હતા. અને તે હુમલામાં અમેરિકા નાગરિક સહિત કુલ ૧૨ નાં મૃત્યુ થયાં હતાં, ૩૦૦ થી વધુને ઇજાઓ થઈ હતી. એરપોર્ટથી તમામ ઉડ્ડયનો અનિશ્ચિત્ત સમય સુધી નિલંબિત કરી દેવાયાં હતાં.
સઉદી અરબસ્તાનનાં પાટનગર પર છેલ્લા ૨૦ દિવસમાં હૂતી વિદ્રોહીઓએ આ ચોથીવાર હુમલો કર્યો હતો. હૂતીઓએ પોતે જ આ હુમલાની જવાબદારી લીધી છે. બીજી તરફ સઉદી અરબ સરકારની ચિંતા વધી ગઈ છે. રિયાદ એરપોર્ટ પરના આ હુમલામાં ૪ સઉદી નાગરિકો, એક બાંગ્લાદેશી, એક અમેરિકન, એક પેલેસ્ટાઈની, એક ઇજીપ્શિયન, એક જોર્ડિયન તથા એક એક સીરીયાના અને સુદાનના નાગરિકોના જાન ગયા છે. હજી સુધીમાં ૨૨૫ ઉડ્ડયનો રદ્દ થયાં છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમની હાલત સુધારા પર છે.
આ હુમલાની ઉગ્ર ટીકા કરતાં ભારતીય વિદેશ-મંત્રાલયે ઠ હેન્ડલ પર લખ્યું કે, અમે કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના હુમલાની ઉગ્ર ટીકા કરીએ છીએ. ૧૦ ઓક્ટોબરે પણ એ એરપોર્ટ ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં પણ ઘણાના જાન ગયા હતા. સંપત્તિને ભારે નુકસાન થયું હતું. મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે. ઘાયલો સાજા થઈ જાય તેવી પ્રાર્થના છે.




