India

5 વર્ષમાં મકાનોના ભાવ 63% વધ્યા! સૌથી વધુ ક્યાં? જુઓ 11 શહેરોનો ‘પ્રોપર્ટી રિપોર્ટ’

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
ભારતમાં હવે મુંબઈ-દિલ્હી જેવા મેટ્રો શહેરો નહીં, પરંતુ નાના ટિયર-2 શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વધુ તેજ ગતિએ વધી રહ્યા છે. CII-Knight Frank Indiaના રિપોર્ટ મુજબ, 2021થી 2026 વચ્ચે 11 ઉભરતા શહેરોમાં ઘરોના ભાવમાં સરેરાશ 63%નો વધારો થયો છે, જ્યારે ટોચના 8 મોટા શહેરોમાં 42% વધારો નોંધાયો છે. ગોવામાં રૂ.11,500થી રૂ.13,500 પ્રતિ ચોરસ ફૂટ ભાવ છે. એક્સપ્રેસવે, એરપોર્ટ અને મેટ્રો જેવી સુવિધાઓ તેમજ હાઇબ્રિડ વર્ક કલ્ચર આ તેજીનું કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 વર્ષમાં મકાનોના ભાવ 63% વધ્યા! સૌથી વધુ ક્યાં? જુઓ 11 શહેરોનો ‘પ્રોપર્ટી રિપોર્ટ’

House Price Rise India : ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં હવે મુંબઈ કે દિલ્હી જેવા મેટ્રો શહેરો કરતાં નાના ટિયર-2 શહેરોમાં પ્રોપર્ટીના ભાવો વધુ ઝડપે વધી રહ્યા છે. CII-Knight Frank Indiaના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2021થી 2026 વચ્ચે દેશના 11 ઉભરતા રિયલ એસ્ટેટ માર્કેટ્સમાં ઘરોની કિંમતોમાં સરેરાશ 63%નો વધારો થયો છે, જ્યારે ટોચના 8 મોટા શહેરોમાં આ વધારો માત્ર 42% રહ્યો છે.

કયા શહેરમાં પ્રોપર્ટીનો ભાવ કેટલો?

ઉભરતા 11 માર્કેટ્સમાં ભાવોમાં મોટો તફાવત જોવા મળ્યો છે, જેમાં ગોવામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે. તો જાણીએ કયા માર્કેટમાં પ્રતિ ચોરસ ફૂટ કેટલો ભાવ છે.

  • ગોવા - રૂ.11,500 થી રૂ.13,500
  • ચંદીગઢ ટ્રાયસિટી - રૂ.7,500 થી રૂ.10,500
  • જયપુર - રૂ.7,000 થી રૂ.9,000
  • કોચી - રૂ.7,000 થી રૂ.9,000
  • લખનૌ - રૂ.6,500 થી રૂ.8,500
  • કોઈમ્બતૂર - રૂ.6,000 થી રૂ.8,000
  • ઈન્દોર - રૂ.5,500 થી રૂ.7,500
  • ભોપાલ - રૂ.5,000 થી રૂ.7,000
  • નાગપુર - રૂ.4,500 થી રૂ.6,500
  • વિશાખાપટ્ટનમ - રૂ.4,500 થી રૂ.6,500

નાના શહેરોમાં અચાનક તેજી આવવાના કારણો

એક્સપ્રેસવે, નવા એરપોર્ટ અને મેટ્રો જેવી સુવિધાઓ વધવાથી આ શહેરોમાં ઉદ્યોગો અને રોજગારીની તકો વધી છે. આ ઉપરાંત કોરોના પછી હાઇબ્રિડ વર્ક કલ્ચર વધતા લોકો મોટા શહેરોના નાના ઘરો છોડીને નાના શહેરોમાં તમામ સુવિધાઓ ધરાવતા મોટા હાઉસિંગ પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યા છે.