India

વિદ્યાર્થી આંદોલન મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં જવાબ આપશે : રિજિજૂ

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સંસદમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને ગોળીબારના મુદ્દે ભારે હોબાળો થયો હતો. વિપક્ષોએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના જવાબની માગણી કરી હતી, જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશને ગોળીબારનો આદેશ કોણે આપ્યો તે જાણવામાં રસ છે. અમિત શાહે આ મુદ્દે સંસદમાં બોલવાની તૈયારી દર્શાવી છે. ધ્વનિ મતથી 3 બિલ પણ પસાર થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થી આંદોલન મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં જવાબ આપશે : રિજિજૂ
  • મોદી-શાહના જવાબ મુદ્દે વિપક્ષોનો હોબાળો, સંસદની કાર્યવાહી ખોરવાઈ
  • અમિત શાહ સંસદમાં જનરલ ટોપિક પર ભાષણ આપે તેમાં દેશને રસ નથી, વિદ્યાર્થીઓ પર ગોળીઓ છોડવાનો આદેશ કોણે આપ્યો એ જણાવે : રાહુલ
  • ટેક્સેશન સુધારા બિલ, ટ્રિબ્યૂનલ રિફોર્મ બિલ અને બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ પાસ

નવી દિલ્હી : સંસદમાં વિદ્યાર્થીઓ પર જંતર-મંતરના પ્રદર્શનો દરમિયાન થયેલા લાઠીચાર્જ અને ગોળીઓ છોડવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. તેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ હતી. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષોને સંસદસત્ર ચાલવા દેવાની અપીલ કરી હતી, પરંતુ વિપક્ષોએ પીએમ મોદી અને અમિત શાહના જવાબની માગણી શરૂ રાખતા કામકાજ થયું ન હતું. વિપક્ષોના હોબાળા વચ્ચે સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂએ કહ્યું હતું કે અમિત શાહ સંસદમાં વિદ્યાર્થી આંદોલન મુદ્દે બોલશે, પરંતુ વિપક્ષોએ સાંભળવું પડશે.
કિરન રિજિજૂએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના પ્રદર્શન મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. અમિત શાહ આ ચર્ચાનો જવાબ આપશે, પરંતુ તે માટે વિપક્ષોએ તેમની વાત સાંભળવી પડશે. આગામી ત્રણ દિવસ સંસદગૃહોમાં શું કાર્યવાહી થશે તેના આયોજન માટે વિવિધ પાર્ટીના સભ્યો સાથે બેઠક કર્યા બાદ રિજિજૂએ આ જાહેરાત કરી હતી. બેઠકમાં વિપક્ષો વતી ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર બાબતે જવાબ આપે તેવી ડિમાન્ડ થઈ હતી. વિપક્ષોએ મુદ્દો ઉઠાવ્યો હતો કે સંસદભવન કોમ્પ્લેક્ષમાં ગૃહમંત્રી આવતા હોવા છતાં સંસદગૃહમાં હાજર રહેતા નથી. તેમણે જવાબ આપવા હાજર થવું જોઈએ.
દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમિત શાહ સંસદમાં સાધારણ ટોપિકમાં ભાષણ આપે તે દેશને સાંભળવું નથી. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ફાઈરિંગ સહિતના અત્યાચારનો આદેશ કોણે આપ્યો તે જણાવે. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે પીએમ મોદી અને અમિત શાહમાં ૧૫ દિવસ થયા છતાં ગૃહમાં આવવાની હિંમત નથી. તેમણે ગૃહમાં હાજર રહીને દેશને જવાબ આપવો જોઈએ. જો વિદ્યાર્થીઓ પર ગૃહમંત્રી અમિત શાહે લાઠીચાર્જનો આદેશ આપ્યો નથી તો કોણે આપ્યો એ જાણવાનો દેશને અધિકાર છે.દિલ્હીમાં પોલીસ ફોર્સ અમિત શાહના કમાન્ડમાં આવે છે. પેલેટ ગન કોણે ચલાવી તે પણ તેમણે કહેવું જોઈએ. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિપક્ષ છેલ્લાં ૧૫ દિવસથી સંસદમાં ચર્ચાની માંગણી કરે છે, પરંતુ મોદી કે શાહ સંસદમાં હાજર રહેતા નથી. તેઓ આ બાબતે ચર્ચા જ કરવા ઈચ્છતા નથી.
કોંગ્રેસે ત્રણ માંગણીઓ મૂકી હતી - અમિત શાહ વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર મુદ્દે જવાબ આપે, મોદી સરકાર જણાવે કે રામ મંદિરનું દાન ક્યાં ગયું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને મુદ્દે દેશની માફી માંગે.
દરમિયાન સંસદ ગૃહમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી કેટલાય બિલ પણ પાસ થયા હતા. ટેક્સેશન સુધારા બિલ પસાર થયું હતું. એ બિલ પ્રમાણે ડિજિટલ પેમેન્ટ પર કોઈ જ ટેક્સ લાગશે નહીં. યુપીઆઈ પેમેન્ટ દેશના કરોડો યુઝર્સ માટે ફ્રી રહેશે.
ટ્રિબ્યૂનલ રિફોર્મ્સ બિલ પસાર થયું હતું. તે ઉપરાંત બેંકર્સ બૂક્સ એવિડન્સ બિલ રાજ્યસભામાંથી પસાર થયું હતું. એક બિલ કેરળને કેરલમ્ કરવાનું બિલ પણ રજૂ થયું હતું અને ધ્વનિ મતથી પસાર થયું હતું.