India

બેંગલુરુમાં હૃદય કંપાવનારી ઘટના: IT કંપનીના ડે-કેરમાં બાળકોને વૉશિંગ મશીનમાં નાંખ્યા, ટોઈલેટ જેટથી સ્પ્રે કર્યું, 5ની ધરપકડ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
બેંગલુરુમાં એક જાણીતી IT કંપનીના કેમ્પસમાં આવેલા ડે-કેર સેન્ટરમાં માસૂમ બાળકો પર ક્રૂર અત્યાચારનો પર્દાફાશ થયો છે. બાળકોને સજા રૂપે વોશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરાતા અને બાથરૂમમાં બંધ કરી દેવા જેવા અમાનવીય કૃત્યો થતા હતા. CCTV ફૂટેજથી ખુલાસો થતા પોલીસે ડે-કેરની 5 આયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંગલુરુમાં હૃદય કંપાવનારી ઘટના: IT કંપનીના ડે-કેરમાં બાળકોને વૉશિંગ મશીનમાં નાંખ્યા, ટોઈલેટ જેટથી સ્પ્રે કર્યું, 5ની ધરપકડ

Bengaluru Day Care Horror : કર્ણાટકના બેંગલુરુ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને માણસાઈને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં એક જાણીતી IT કંપનીના કેમ્પસમાં આવેલા શિશુ ગૃહ એટલે કે ડે-કેર સેન્ટરમાં માસૂમ બાળકો પર ક્રૂર અત્યાચાર ગુજારાતો હોવાનો ખુલાસો થયો છે. અહીં બાળકોને સજાના ભાગરૂપે વૉશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરવાની તેમજ બાથરૂમમાં બંધ કરી દેવા જેવી અમાનવીય હરકતો કરાતી હતી. આ મામલે પોલીસે ડે-કેરના 5 આયા (Nanny-નેની)ની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

બાળકો સાથે થતું હતું અમાનુષી વર્તન
આ ઘટના બેંગલુરુના એક અગ્રણી IT પાર્ક સ્થિત ડે-કેર સેન્ટરમાં બની છે, જ્યાં નોકરી કરતા દંપતીઓ પોતાના નાના બાળકોને મૂકીને જતા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિશુ ગૃહનો સ્ટાફ રડતા કે તોફાન કરતા માસૂમ બાળકોને ચૂપ રાખવા માટે અત્યંત ભયાનક રીત અપનાવતો હતો. બાળકોને ડરાવવા માટે તેમને બંધ વૉશિંગ મશીનની અંદર મૂકીને ચાલુ કરાતું હતું. એટલું જ નહીં, ઘણીવાર તેમને અંધારા બાથરૂમમાં કલાકો સુધી પૂરી રખાતા હતા.

સીસીટીવી ફૂટેજથી થયો ખુલાસો
કેટલાક બાળકોના વર્તનમાં અચાનક આવેલા ફેરફાર અને તેમના શરીર પરના ઈજાના નિશાનો જોઈને વાલીઓને શંકા ગઈ હતી. જ્યારે વાલીઓએ ડે-કેર મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફૂટેજની માંગણી કરી, ત્યારે આ સમગ્ર કાળી કરતૂત સામે આવી હતી. ફૂટેજમાં સ્ટાફ મેમ્બર્સ માસૂમ બાળકો સાથે નિર્દયતાથી વર્તતા અને તેમને હેરાન કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા.

વાલીઓમાં રોષ ફાટી નીકળતા પોલીસ કાર્યવાહી
આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વાલીઓની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ત્વરિત પગલાં ભરીને ડે-કેર સેન્ટરના 5 જવાબદાર સ્ટાફ મેમ્બર્સ સામે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને કડક કાનૂની કાર્યવાહીની ખાતરી આપી છે.