દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ
Covid-19: દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોવિડના 250થી વધારે સક્રિય કેસ સામે આવી ચુક્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોવિડના કેસમાં હાલમાં થયેલી વૃદ્ધિ બાદ શનિવારે (24 મે) આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી બેઠક
આ બેઠકમાં સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગના અધિકારી, ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ના ડિરેક્ટર જનરલ સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ મામલે સતર્ક છે અને પોતાની એજન્સીઓના માધ્યમથી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. આમાંથી મોટોભાગના કેસ એવા છે, જેની ઘરે જ સારવાર કરી શકાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક
ભારતમાં કોવિડ-19ના બે નવા વેરિએન્ટ એનબી.1.8.1 અને એલએફ.7 મળ્યા છે. બંને વેરિઅન્ટ ઘાતક નથી. વિભિન્ન રાજ્યોમાં નોંધાયેલા મોટાભાગના કોવિડના કેસોની પ્રકૃતિ હલકી છે. દર્દીની ઘરે જ સંભાળ કરી શકાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ પણ કહ્યું કે, આ વેરિઅન્ટ જોખમી નથી. હાલ WHO બંને વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે. કારણ કે, આ વેરિઅન્ટના કારણે ચીન અને એશિયાના અમુક ભાગોમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે.
ભારતમાં સૌથી વધારે જેએન.1 વેરિઅન્ટના કેસ આવ્યા સામે
ઈન્ડિયન સોર્સ-કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમ (INSACOG)ના ડેટા અનુસાર, એપ્રિલમાં તમિલનાડુમાં એનબી.1.8.1નો એક કેસ સામે આવ્યો છે. મે મહિનામાં ગુજરાતમાં એલએફ.7ના ચાર કેસ સામે આવ્યા છે. 19 મે સુધી દેશમાં કોવિડના 257 સક્રિય કેસ હતા. જોકે, ભારતમાં સૌથી વધારે જેએન.1 વેરિઅન્ટ જોવા મળ્યા છે.
આ પણ વાંચોઃ 'હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે', અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી
કોરોનાથી બે લોકોના મોત
શનિવારે મહારાષ્ટ્રના ઠાણેમાં કોવિડ-19ના એક દર્દીનું મોત નિપજ્યું હતું. બેલલુરૂમાં પણ કોવિડથી 84 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.