For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જારી કરીને ઈન્ટરપોલની મદદ મંગાઈ છે, કર્ણાટકના ગૃહ મંત્રીએ આપી માહિતી

Updated: May 5th, 2024

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જારી કરીને ઈન્ટરપોલની મદદ મંગાઈ છે, કર્ણાટકના ગૃહ મંત્રીએ આપી માહિતી

Prajwal Revanna Case: કર્ણાટકમાં જેડીએસના નેતા એચ.ડી.રેવન્ના (H.D.Revanna) અને પુત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)ના પેનડ્રાઈવ સ્કેન્ડલનો મામલો હાલ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે.  હવે આ મામલામાં પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરાએ આ માહિતી આપી છે.

બ્લુ કોર્નર નોટિસ શું છે?

અહેવાલો અનુસાર, પ્રજ્વલ રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ મંગાઈ છે. આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પણ બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે. બ્લુ કોર્નર નોટિસ એવા લોકો વિરુદ્ધ જારી કરવામાં આવે છે, જેના દ્વારા ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે.

જેડીએસ નેતા એચ.ડી.રેવન્નાની ધરપકડ

પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર કર્ણાટકમાં સેંકડો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. આ કેસમાં કર્ણાટક પોલીસની એસઆઈટીએ જેડીએસ નેતા એચ.ડી. રેવન્નાની ધરપકડ કરી હતી. પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ કરનાર પીડિત મહિલાના અપહરણના કેસમાં એચ.ડી. રેવન્નાની પૂછપરછ કરાઈ રહી છે. ગુરુવારે મૈસૂરમાં એક મહિલાના અપહરણના આરોપમાં આ કેસ નોંધાયો હતો. મહિલાએ કેસ નોંધાવ્યા પછી પોલીસે રેવન્નાના વિશ્વાસુ સતીષ બબન્નાની ધરપકડ કરી હતી. હવે એસઆઈટી દ્વારા બે વખત નોટિસ અપાયા પછી પણ હાજર નહીં થવા બદલ રેવન્નાની ધરપકડ કરાઈ હતી.

Gujarat