For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત ફ્રાન્સની સંરક્ષણ કંપની પાસેથી ૨.૭૫ ઇંચના ૧૩૫ રોકેટ લોન્ચર ખરીદશે

ભારતની ફ્રાન્સની વધુ એક કંપની સાથે સંરક્ષણ સમજૂતી

૧૩૫ રોકેટ લોન્ચર પૂરા પાડવા માટે ફ્રાન્સની સંરક્ષણ કંપની થેલ્સે એચએએલ સાથે કરેલા કરાર

Updated: Feb 21st, 2019


બેંગાલુરુ, તા. ૨૧Article Content Image

ભારતીય સુરક્ષા દળોની ક્ષમતા વધારવા માટે ફ્રાન્સની ડિફેન્સ કંપની થેલ્સ પાસેથી ૨.૭૫ ઇંચ(૭૦ એમએમ)ના ૧૩૫ રોકેટ લોન્ચર ખરીદશે. ફ્રાન્સની ડિફેન્સ કંપનીએ  આ માટેનો કોન્ટ્રાક્ટ એચએએલ સાથે કર્યો છે. 

કંપનીએ જણાવ્યું છે કે લાઇટ અને કોમ્બેટ હેલિકોપ્ટર માટે આ રોકેટ લોન્ચર શ્રેષ્ઠ છે. થેલ્સે વધુમાં જણાવ્યું છે કે ભારતીય સુરક્ષા દળોની જરૃરિયાતોને ધ્યાનમાં રાખતા આ તેમના માટે આ રોકેટ લોન્ચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી ભારતીય સંરક્ષણ દળોને મજબૂત અને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા માટે મોટા પાયે શસ્ત્રોની ખરીદી કરી રહી છે. 

ફ્રાન્સની કંપની થેલ્સના જણાવ્યા અનુસાર ૧૩૫ રોકેટ લોન્ચરની સાથે ભારતને ચાર ૨.૭૫ ઇંચ(૭૦ એમએમ), ૧૨ ટયુબ રોકેટ લોન્ચર, ફાયર ટેકનોલોડજી અને ટી૧૦૦ સાઇટિંગ સિસ્ટમ પણ પૂરી પાડશે. 

એચએેએલ સાથે થયેલ સમજૂતી અંગે થેલ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કરારથી ભારતીય સંરક્ષણ દળોને શસ્ત્રો પૂરા પાડવાની તકોમાં વધારો થશે અને ભારતીય બજારમાં થેલ્સનું મહત્ત્વ વધશે.


Gujarat