'જ્ઞાનેશ કુમાર ભાજપને જીતાડવા કામ કરે છે...', CJPના PM મોદી-શાહ સામે ગંભીર આક્ષેપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Press Conference : જંતર-મંતર પર યોજાનારા પ્રદર્શન અગાઉ દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ત્રણેય શીર્ષ નેતાઓ—અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને રવિવારે સવારે ખાસ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. ત્રણેય નેતાઓને એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરવાની શરત અને 50000 રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ બાદ અભિજિત દીપકે દાદીના અંતિમ સંસ્કાર માટે રવાના થઇ ગયો જ્યારે આશુતોષ રાંકા અને સૌરવ દાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પીએમ મોદી અને અમિત શાહ પર ગંભીર આક્ષેપો
પત્રકાર પરિષદને સંબોધતા સૌરવ દાસે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે CJP કાર્યકર્તાઓ સાથે ભારે બર્બરતા કરવામાં આવી છે. તેમણે માનવાધિકાર આયોગની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું તેઓ સુઈ ગયા છે? જ્ઞાનેશ કુમારને બચાવવા માટે જ પીએમ મોદી અને શાહના ઈશારે આ રીતે લોકોની અટકાયતો કરવામાં આવી રહી છે. દેશમાં હાલમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના સમયગાળા કરતા પણ ખરાબ ઈમરજન્સી જેવા હાલ છે.
ફોન હેકિંગ અને અપહરણનો દાવો
સૌરવ દાસે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે તેમને ગિરફ્તાર નહીં પરંતુ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેમના મોબાઈલ ફોન પણ સીઝ કરીને હેક કરી લેવામાં આવ્યા હતા.
આશુતોષ રાંકાના મુખ્ય ચૂંટણી કમિશનર પર પ્રહારો
પ્રેસ કોન્ફરન્સમાં આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને બચાવી રહ્યા છે અને જ્ઞાનેશ કુમાર માત્ર ભાજપને જિતાડવા માટે જ કામ કરી રહ્યા છે.
ઈમરજન્સી કરતા પણ ખરાબ હાલત
CJP દ્વારા આક્ષેપ કરાયો કે ભાજપ સરકારના શાસનમાં દેશે કાગળ પરની કટોકટી (ઈમરજન્સી)ને પણ પાછળ છોડી દીધી છે. દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી છૂટ્યા બાદ CJP ના સંસ્થાપક અભિજીત દીપકે તાત્કાલિક પોતાના વતન માટે રવાના થઈ ગયા છે. શનિવારે તેમની દાદીનું નિધન થયું હોવાથી અને અંતિમ સંસ્કાર બાકી હોવાથી, તેઓ મહારાષ્ટ્રના હિંગોલી સ્થિત પોતાના ગામ અંતિમ દર્શન માટે ગયા છે.




