Get The App

દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય 1 - image


GRAP-1 Implemented In Delhi-NCR : દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા આજે શુક્રવારે (16 મે, 2025) ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોશ પગલા ભરવામાં આવ્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેનેજમેન્ટ (CAQM) આ નિર્ણય લીધો છે. હાલમાં GRAP-1 દિલ્હી અને NCRના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. જેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.

દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય 2 - image

GRAP એટલે શું?

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલો ખ્યાલ છે. જેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2017 માં સૂચિત કરવામાં આવ્યું હતું. GRAPને હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સ્તરના આધારે ચાર તબક્કામાં લાગુ કરવામાં આવે છે:

સ્ટેજ 1 (ખરાબ): AQI 201-201

સ્ટેજ 2 (ખૂબ જ ખરાબ): AQI 301-400

સ્ટેજ 3 (ગંભીર): AQI 401-450

સ્ટેજ 4 (ગંભીર+): 450 થી વધુ AQI 

આ પણ વાંચો: યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો

GRAP-1 હેઠળ આ કામગીરી કરાશે

- રસ્તાઓ પર નિયમિત મિકેનિકલ સફાઈ અને પાણીનો છંટકાવ.

- બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ પગલાં.

- કચરાનું યોગ્ય સંચાલન અને ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ.

- પ્રદૂષણ ફેલાવતા વાહનોનું કડક ચેકિંગ.

- ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો.

- ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને ઈંટના ભઠ્ઠામાં ઉત્સર્જન નિયંત્રણ.

- રેસ્ટોરન્ટમાં કોલસો અથવા લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ.

- ડિઝલ જનરેટરના ઉપયોગ પર મર્યાદિત પ્રતિબંધો (ફક્ત કટોકટીના ઉપયોગની મંજૂરી).

- નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા અને ધૂળ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરવામાં આવે છે.

છેલ્લા ચાર દિવસમાં AQIનું સ્તર

13 મે, 2025: સરેરાશ AQI 140 

14 મે, 2025: સરેરાશ AQI 155 

15 મે, 2025: સરેરાશ AQI 194 

16 મે, 2025: સરેરાશ AQI 257

આ પણ વાંચો: ‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

GRAP-1 છેલ્લે ઑક્ટોબર 2024માં લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે AQI 224 નોંધાયું હતું. ફેબ્રુઆરી 2025માં GRAP-3 રદ કરવામાં આવ્યું હતું, અને GRAP-1 અને GRAP-2 હેઠળના પગલાં શરૂ રાખવામાં આવ્યા હતા. જોકે, મે મહિનામાં ગરમી અને ધૂળના કારણે પ્રદૂષણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. પરિપત્ર માટે અહીં ક્લિક કરો.


Tags :