Get The App

યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો 1 - image

Businessman Robbed in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અચાનક હાઇવે પર 500 રૂપિયાની નોટો ઉડતી જોવા મળતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. બધાને એવું લાગ્યું કે, ક્યાંકથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જોઈને લોકોએ પોતાના જીવ જોખમમાં મુકીને નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે આ નોટો એક વેપારીની લૂંટ  થયા પછી રસ્તા પર વેરવિખેર ફેલાયેલી જોવા મળી હતી. 



વેપારી ઢાબા પર ખાવા ઉતરતાની સાથે લૂંટાયો

આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાઇવે પર આવેલા ઢાબા પર એક વેપારીની થયેલી લૂંટનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટ ત્યારે થઈ જ્યારે વેપારીઓ હાઇવેની બાજુમાં આવેલા એક ઢાબા પર કંઈક ખાવા માટે બસમાંથી ઉતરી રહ્યા હતો.

લૂંટ વખતે વેપારી પાસે 10 લાખ રુપિયા હતા

પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટાયેલા વેપારીનું નામ ભાવેશ હોવાનું જાણવા મળ્યું છે. તે વારાણસીથી દિલ્હી જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે વેપારીને લૂંટવામાં આવ્યો ત્યારે તેની પાસે લગભગ 10 લાખ રૂપિયા હતા. બસ ઢાબા પર ઉભી રહેતાની સાથે જ બદમાશો વેપારીની બેગ લઈને ભાગી ગયા.

500 રુપિયાની અસલી નોટો રસ્તા પર વેરવિખેર

ઢાબા પરથી ભાગતી વખતે હાઇવે પર ગુનેગારોની બેગમાંથી કેટલીક નોટો રસ્તા પર પડી ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા લોકોને ખબર પડી કે, 500 રુપિયાની અસલી નોટો રસ્તા પર વિખરાયેલી છે, ત્યારે લોકો પોતાનો જીવ જોખમમાં મકીને નોટો ઉપાડવા માટે હાઇવેની વચ્ચે પહોંચી ગયા હતા. નોટો લૂંટવાનો પ્રયાસ કરતા લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર વિખરાયેલી નોટો ઉપાડવા માટે કેટલા લોકો અહીં-ત્યાં દોડી રહ્યા છે.

પોલીસનું કહેવું છે કે, આ લૂંટની ઘટના નથી

વેપારીની લૂંટની માહિતી મળતાં કોખરાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વેપારીની પૂછપરછ કર્યા પછી કેસની તપાસ શરૂ કરી હતી. આ અંગે વેપારીએ જણાવ્યું કે, તેની એક બેગમાં 8 થી 10 લાખ રૂપિયા હતા. પોલીસનું કહેવું છે કે, આ લૂંટની ઘટના નથી. પૈસા ભરેલી બેગ પડી જવાની ઘટના બની છે, જેમાં લગભગ દોઢ લાખ રૂપિયા હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ ખબર પડશે કે આ લૂંટનો મામલો હતો કે, વેપારીની બેદરકારીને કારણે આ નોટો હાઇવે પર વેરવિખેર થઈ ગઈ હતી.

Tags :