ભારતીય સેનામાં ચીનના પાર્ટ્સવાળા ડ્રોન ન ખરીદવા સરકારને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : ભારતીય સેનામાં ચીનની ઘૂસણખોરી રોકવા માટે ઉદ્યોગ સંગઠન ડ્રોન ફેડરેશન ઈન્ડિયા (ડીએફઆઈ)એ કેન્દ્ર સરકારને ચીનના પાર્ટ્સવાળા ડ્રોન ન ખરીદવા અંગે ચેતવણી આપી છે.
ડીએફઆઈએ વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓને જણાવ્યું કે, છેલ્લા છ વર્ષમાં ભારતીય સેના અને સરકારી એકમો તરફથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ પર જાહેર કરાયેલા ૬૮૯ ટેન્ડરોમાં ચીની ડ્રોન અને તેના પાર્ટ્સની માગ કરાઈ હતી.
ડીએફઆઈએ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને સીડીએસ જનરલ એન.એસ. સુબ્રમણિને આવેદનપત્ર આપી જણાવ્યું કે, સેના, સુરક્ષા દળો અને સરકારી એજન્સીઓ તરફથી જીઈએમ પર જારી કરાયેલા ટેન્ડરોમાં ચીની મૂળના ડ્રોન અથવા તેના પાર્ટ્સનો ઉલ્લેખ હતો. ડીએફઆઈએ ૧૦ માર્ચ, ૨૦૨૧થી ૧૯ નવેમ્બર, ૨૦૨૬ વચ્ચે જીઈએમ ટેન્ડરોની સમીક્ષા કરી અને જણાયું કે આ ૬૮૯ ટેન્ડરોમાંથી ૮૪ ટકા ભારતીય સેના તરફથી આવ્યા હતા. ૫૮૦ ટેન્ડર ભારતીય સેનાના એકમોએ જારી કર્યા હતા, જેમાં ચીની ડ્રોન અથવા તેના પાર્ટ્સની માગ કરાઈ છે. જાન્યુઆરી ૧૯ નવેમ્બર ૨૦૨૬ વચ્ચે આવા ૩૫૫ ટેન્ડર જારી કરાયા, જે સમગ્ર ૨૦૨૫માં જારી કરાયેલા ૧૯૦ ટેન્ડરોની સરખામણીમાં લગભગ બમણા છે. ડીએફઆઈએ જણાવ્યું કે, ચીનના પાર્ટ્સ ભારતીય સેના માટે જોખમી સાબિત થઈ શકે છે. કોઈ ટેન્ડરમાં ચીનના પાર્ટ્સનો ઉલ્લેખ આવે તો સમજી લો કે જોખમ આપણી સિસ્ટમની અંદર આવી ગયું છે. તેમની એ માગ છે કે દરેક બીડમાં એ જણાવવામાં આવે કે તેઓ સામાન કયા દેશમાં બનાવી રહ્યા છે.




