For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં કોરોનાથી વધુ 121નાં મોત, કુલ કેસ 74000ને પાર

- કોરોનાને ભારતમાં નિયંત્રિત રાખવામાં સરકાર સફળ : હર્ષવર્ધન

Updated: May 12th, 2020

Article Content Image

- ભારત દેશમાં કોરોનાનો રિકવરી રેટ 31.7 ટકા, મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો 3.2 ટકા

- દેશમાં એક દિવસમાં કોરોનાથી ૧૨૧નાં મોત, ૩૫૪૯ નવા કેસ, મૃત્યુઆંક ૨૩૩૮ થયો જ્યારે કુલ કેસ ૭૪૦૦૦ને પાર 

નવી દિલ્હી, તા.  12 મે 2020, મંગળવાર

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાના કુલ કેસની દૃષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ૧૨મા ક્રમે પહોંચી ગયું છે અને ભારત એકાદ સપ્તાહમાં ચીનથી પણ આગળ નીકળી જાય તેવી સંભાવનાઓ છે. જોકે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ઘણો સારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને ૩૧.૭ ટકા થયો છે જ્યારે મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો છે. મંગળવારે દેશમાં કોરોનાનો મૃત્યુદર માત્ર ૩.૨ ટકા છે જ્યારે વૈશ્વિક મૃત્યુદર લગભગ ૭થી ૭.૫ ટકા છે. આ દર્શાવે છે કે કોરોનાને ભારતમાં નિયંત્રિત રાખવામાં સરકાર સફળ થઈ છે તેમ હર્ષવર્ધને જણાવ્યું હતું.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૨૧નાં મોત નીપજ્યાં છે જ્યારે ૩૫૪૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨૩૩૮ થયો છે જ્યારે કુલ કેસની સંખ્યા ૭૪૦૨૯ થઈ છે. અત્યાર સુધીમાં ૨૩,૯૨૮ દર્દીઓ સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દેશમાં કોરોના વાઈરસના દર્દીઓ પર નજર રાખવા માટે મજબૂત નિરિક્ષણ તંત્ર તૈયાર કરાઈ રહ્યું છે. આ માટે દરેક જિલ્લામાં દરેક સપ્તાહે કોરોનાના ૨૦૦ પરિક્ષણો ફરજિયાત થશે. વિશેષ વાત એ છે કે આ ટેસ્ટ એવા લોકોનો કરાશે, જેમનામાં કોઈ લક્ષણ નહીં હોય. તેનાથી દરેક જિલ્લામાં સામાન્ય લોકોના શરીરમાં કોરોના વાઈરસની હાજરીની તાત્કાલિક જાણ થઈ શકશે અને પછી તેના નિયંત્રણ માટે વિશેષ પગલાં લઈ શકાશે. ધ્યાન આપવાની વાત એ છે કે દેશના બધા જિલ્લામાં શરદી, ખાંસી, તાવ જેવા કોરોનાના લક્ષણવાળા દર્દીઓનો કોરોના ટેસ્ટ પહેલાં ફરજિયાત કરાઈ રહ્યો છે.

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે, જ્યાં કોરોના પર નિયંત્રણ મેળવવાનું રાજ્ય સરકાર માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો મૃત્યુઆંક ૧,૦૦૦ નજીક પહોંચી ગયો છે અને કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૨૪,૫૦૦ નજીક પહોંચી ગઈ છે. જોકે, મહારાષ્ટ્રમાં ૫,૧૨૫થી વધુ લોકો સાજા પણ થયા છે.  મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં કોરોનાના દર્દી સૌથી વધુ નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના પોઝિટિવ કેસ ૧૪,૭૮૧થી વધુ નોંધાયા છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૫૫૬ થઈ ગયો છે. 

દરમિયાન દેશના કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં પણ કોરોનાનો પ્રકોપ વકર્યો છે. કોલકાતામાં સીઆઈએસએફના એક જવાનનું કોરોનાથી મોત નીપજતાં અર્ધલશ્કરી દળોમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક છ થઈ ગયો છે અને ૧૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં કોરોનાના કુલ ૭૭૯ કેસ નોંધાયા છે. અર્ધલશ્કરી દળોમાં બીએસએફના જવાનો સૌથી વધુ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 

ગુજરાતથી ઉ. પ્રદેશ ગયેલા બે મજૂરોને કોરોનાનો ચેપ 

લખનઉ, તા. ૧૨

લોકડાઉન બાદ અનેક મજૂરો પોત પોતાના રાજ્યોમાં જઇ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વાઇરસ ફેલાવાની પણ ભીતિ છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતથી ઉત્તર પ્રદેશના હરદોઇમાં પહોંચેલા બે મજૂરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આ મજૂરો જેમના પણ સંપર્કમાં આવ્યા હશે તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ભીતિ છે. આ બન્ને મજૂરો ગુજરાતમાં સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા, બન્નેની ઉમર ૩૫ અને ૨૦ વર્ષની છે. ઉત્તર પ્રદેશ તેઓ કોઇ ટ્રેનમાં નઇ પણ ખાનગી વાહન દ્વારા પહોંચ્યા હતા. સોમવારે તમનો રિપોર્ટ આવ્યો હતો. જેને પગલે આ બન્ને મજૂરોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સાથે જ તેઓ જેમના પણ સંપર્કમાં આવ્યા હોય તેમના સેંપલ પણ લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જોકે તેઓ ગુજરાતમાં ક્યા રહેતા હતા અને અન્ય કોના સંપર્કમાં આવ્યા તેની પણ તપાસ ચાલી રહી છે. ગુજરાતથી અન્ય રાજ્યોમાં અનેક મજૂરો ગયા છે જેમને પણ કોરોના વાઇરસનું જોખમ રહેલું છે.    

૩૦ મજૂર ટ્રકમાં છુપાઇને ૧૫૦૦ કિમી પહોંચ્યા, અંતે ઝડપાયા 

મુઝફ્ફરનગર, તા. ૧૨

લોકડાઉનને પગલે અનેક મજૂરો જીવના જોખમે મુસાફરી કરી પોતાના ગામડે જઇ રહ્યા છે. જોેકે આ દરમિયાન કેટલાક એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે જેમાં મજૂરોએ અનેક કિમી મુસાફરી કરી પોલીસને હાથતાળી આપી પહોંચી ગયા હોય અને અંતે પકડાઇ જાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં સામે આવી હતી. મહારાષ્ટ્રથી ૩૦ મજૂરો એક ટ્રકમાં પ્લાસ્ટિક ઢાંકીને અંદર છુપાઇ ગયા હતા અને ૧૫૦૦ કિમી સુધી મુસાફરી કાપી હતી, આ દરમિયાન અનેક પોલીસ ચેક પોઇન્ટ આવ્યા હતા પણ પ્લાસ્ટિકનું કવર હોવાથી પોલીસને શાકભાજી લઇ જઇએ છીએ તેવા બહાના ડ્રાઇવરે બતાવ્યા હતા જેને પગલે પોલીસે આ ટ્રકને જવા દીધી હતી. જોકે જ્યારે તેઓ મુઝફ્ફરપુર પહોંચ્યા ત્યારે તેઓ પકડાઇ ગયા હતા. પોલીસે વધુ સતર્કતાથી તપાસ કરતા આ ટ્રકમાંથી ૩૦ મજૂરો મળી આવ્યા હતા. આ બધા જ મજૂરોની સામે લોકડાઉનના નિયમોનો ભંગ કરવાના આરોપો લગાવાયા છે સાથે જ તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામા આવી રહ્યો છે.

કોરોના : ભારતમાં સ્થિતિ

રાજ્ય

કેસ

મોત

સાજા થયા

મહારાષ્ટ્ર

૨૪૪૨૭

૯૨૧

૫૧૨૫

ગુજરાત

૮૯૦૪

૫૩૭

૩૨૪૬

તામિલનાડુ

૮૭૧૮

૬૧

૨૧૩૪

દિલ્હી

૭૬૩૯

૮૬

૨૫૧૨

રાજસ્થાન

૪૦૫૬

૧૧૫

૨૧૧૧

મધ્ય પ્રદેશ

૩૯૮૬

૨૨૫

૧૮૬૦

ઉત્તર પ્રદેશ

૩૬૧૪

૮૧

૧૭૫૯

પ. બંગાળ

૨૧૭૩

૧૨૬

૬૧૨

આંધ્ર પ્રદેશ

૨૦૫૧

૪૬

૧૦૫૬

પંજાબ

૧૯૧૪

૩૨

૧૭૧

તેલંગણા

૧૨૭૫

૩૦

૮૦૧

જમ્મુ કાશ્મીર

૯૩૪

૧૦

૪૫૫

કર્ણાટક

૯૨૫

૩૧

૪૩૩

બિહાર

૭૯૬

૩૮૩

હરિયાણા

૭૮૦

૧૧

૩૪૨

કેરળ

૫૨૪

૪૮૯

ઓડિશા

૪૩૭

૮૫

ચંદીગઢ

૧૮૭

૨૮

ઝારખંડ

૧૬૪

૭૮

ત્રિપુરા

૧૫૪

ઉત્તરાખંડ

૬૯

૪૬

હિમાચલ

૬૬

૩૯

આસામ

૬૪

૩૯

છત્તીસગઢ

૫૯

૫૪

લદ્દાખ

૪૫

૧૭

અંદ. નિકોબાર

૩૩

૩૩

મેઘાલય

૧૩

૧૦

પુડુચેરી

૧૧

ગોવા

મણિપુર

મિઝોરમ

અરૃણાચલ

નાગાલેન્ડ

કોરોના : વૈશ્વિક સ્થિતિ 

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

૧૩,૯૨,૪૨૨

૮૨,૨૦૩

,૬૩,૫૬૭

સ્પેન

,૬૯,૫૨૦

૨૬,૯૨૦

,૮૦,૪૭૦

રશિયા

,૩૨,૨૪૩

,૧૧૬

૪૩,૫૧૨

યુ.કે.

,૨૬,૪૬૩

૩૨,૬૯૨

--

ઈટાલી

,૨૧,૨૧૬

૩૦,૯૧૧

,૦૯,૦૩૯

ફ્રાન્સ

,૭૭,૪૨૩

૨૬,૬૪૩

૫૬,૭૨૪

જર્મની

,૭૨,૮૧૨

,૬૭૬

,૪૭,૨૦૦

બ્રાઝિલ

,૭૦,૫૮૨

૧૧,૭૭૨

૬૭,૩૮૪

તુર્કી

,૩૯,૭૭૧

,૮૪૧

૯૫,૭૮૦

ઈરાન

,૧૦,૭૬૭

,૭૩૩

૮૮,૩૫૭

Gujarat