India

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, વોટ્સઅપનું વિવાદાસ્પદ ફીચર ‘હૉલ્ડ’, નોટિસ ફટકારાઈ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
વોટ્સઅપના નવા 'યુઝરનેમ' ફીચર સામે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે મેટાને નોટિસ મોકલી 3 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આ ફીચર લોન્ચ કરતાં પહેલા સરકાર સાથે ચર્ચા કરવા આદેશ અપાયો છે. સરકારને સાયબર ક્રાઇમ અને ફ્રોડ વધવાની આશંકા છે. હાલ આ ફીચરને 'હોલ્ડ' પર રાખવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, વોટ્સઅપનું વિવાદાસ્પદ ફીચર ‘હૉલ્ડ’, નોટિસ ફટકારાઈ

WhatsApp Username Feature Controversy : વોટ્સઅપના નવા 'યુઝરનેમ' ફીચર સામે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે તેની પેરેન્ટ કંપની મેટાને નોટિસ મોકલીને આ ફીચરનું લોન્ચિંગ હાલ પૂરતું 'હોલ્ડ' પર રાખવા અથવા અટકાવી દેવા આદેશ કર્યો છે. આ મામલે સરકાર સાથે સંપૂર્ણ ચર્ચા ન થાય ત્યાં સુધી તેને લોન્ચ ન કરવા કહેવામાં આવ્યું છે.

3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ
કેન્દ્ર સરકારે મેટા કંપનીને નોટિસનો વિગતવાર જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. સરકાર આ ફીચરના સિક્યોરિટી અને પ્રાયવસી પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે. જો તપાસમાં કોઈ મોટી ખામી જણાશે તો આગામી સમયમાં કંપની સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.

શું છે આ નવું 'યુઝરનેમ' ફીચર?
આ ફીચર ટેલિગ્રામ એપની જેમ કામ કરે છે. અત્યાર સુધી વોટ્સઅપ પર કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવા માટે મોબાઇલ નંબર શેર કરવો ફરજિયાત હતો. આ ફીચર આવ્યા બાદ યુઝર્સ પોતાનો મોબાઇલ નંબર છુપાવીને માત્ર એક યુનિક 'યુઝરનેમ' દ્વારા પણ અન્ય લોકો સાથે ચેટ કરી શકશે. કંપનીનો દાવો છે કે આનાથી યુઝર્સની પ્રાયવસી વધુ મજબૂત બનશે.

કેમ ચિંતામાં છે ભારત સરકાર?
સરકારને આશંકા છે કે આ ફીચરનો ખોટો ઉપયોગ ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમમાં મોટો વધારો કરી શકે છે. જો કોઈ સ્કેમર અન્ય વ્યક્તિ, પ્રખ્યાત સેલિબ્રિટી કે પ્રતિષ્ઠિત કંપનીના નામે નકલી યુઝરનેમ બનાવી લે, તો સામાન્ય લોકો છેતરાઈ શકે છે. અગાઉ ટેલિગ્રામ પર પણ આવા ફેક પ્રોફાઈલ દ્વારા ઠગાઈના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે.

વોટ્સઅપના CEOએ શું કહ્યું?
વોટ્સઅપના નવા સીઈઓ કુણાલ શાહે સોશિયલ મીડિયા પર લોકોને પોતાના યુઝરનેમ વહેલી તકે રિઝર્વ કરવા અપીલ કરી છે. બીજી તરફ, કંપનીએ બચાવ કરતાં જણાવ્યું છે કે દરેક યુઝરનેમ એકદમ યુનિક હશે. કોઈ તેની નકલ ન કરી શકે તે માટે હાઇ-પ્રોફાઇલ નામો પહેલેથી જ બ્લોક રાખવામાં આવશે. આ સિવાય કંપની કોઈ પબ્લિક ડિરેક્ટરી પણ નહીં બનાવે, એટલે કે જેની પાસે તમારું યુઝરનેમ હશે તે જ તમને શોધી શકશે.