India

ઉત્તરાખંડમાં ગુટકા-પાન મસાલા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, 1 વર્ષ સુધી નહીં થાય ઉત્પાદન કે વેચાણ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને તમાકુ-નિકોટિન યુક્ત પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 13 ઓક્ટોબર, 2026થી આ આદેશ લાગુ થયો છે. ખાદ્ય સુરક્ષા કમિશનરે આ અંગે આદેશ જારી કર્યો છે. હવે રાજ્યભરમાં આવા ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાખંડમાં ગુટકા-પાન મસાલા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, 1 વર્ષ સુધી નહીં થાય ઉત્પાદન કે વેચાણ

Uttarakhand Government Bans Gutka And Pan Masala: ઉત્તરાખંડમાં ગુટકા અને તમાકુ-નિકોટિન યુક્ત પાન મસાલાનું સેવન કરનારાઓ માટે મોટા સમાચાર છે. રાજ્ય સરકારે આવા ઉત્પાદનો પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. હવે પ્રદેશમાં તેનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ કરી શકાશે નહીં. સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ આદેશ 13 ઓક્ટોબર 2026થી લાગુ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં ખાદ્ય સુરક્ષા અને ઔષધ નિયમનના કમિશનરે 13 ઓક્ટોબરે આ અંગે આદેશ જારી કર્યો છે. જેના હેઠળ ગુટકા, તમાકુ અને નિકોટિન વાળા પાન મસાલા તેમજ અન્ય એવા ખાદ્ય ઉત્પાદનો પર પણ રોક લગાવવામાં આવી છે, જેમાં તમાકુ કે નિકોટિનનો ઉપયોગ થાય છે.

દુકાનદારો વેચાણ નહીં કરી શકે

ગુટકા અને પાન મસાલા પરનો આ પ્રતિબંધ સમગ્ર ઉત્તરાખંડમાં લાગુ થશે. એટલે કે આવા ઉત્પાદનો બનાવવાથી લઈને બજારમાં વેચવા સુધીના તમામ કાર્યો પર રોક રહેશે. દુકાનદારો તેનું વેચાણ નહીં કરી શકે અને ન તો તેનો સંગ્રહ કે વિતરણ કરી શકાશે. આ પ્રતિબંધ આદેશ જારી થયાની તારીખથી એક વર્ષ સુધી પ્રભાવી રહેશે.

સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય

સરકારનું કહેવું છે કે, લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આવા ઉત્પાદનો પર રોક લગાવવી જરૂરી છે. ખાદ્ય સુરક્ષાના નિયમો હેઠળ કોઈપણ ખાદ્ય ઉત્પાદનમાં તમાકુ અને નિકોટિનને સામગ્રી તરીકે વાપરવાની મંજૂરી નથી. છતાં ગુટકા અને પાન મસાલા જેવા ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થાય છે. જેને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે.