India

ઓડિશામાં બીચ પર પ્રેમી સામે યુવતી પર સામુહિક દુષ્કર્મ, ચાર સગીર સહિત 10ની ધરપકડ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
ઓડિશાના પ્રસિદ્ધ ગોપાલપુર બીચ પર 20 વર્ષિય મહિલા પર સામુહિક દુષ્કર્મની ઘટના મામલે આજે (17 જુન) ચાર સગીર સહિત 10 લોકોની દરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, ખાન કૉલેજની સ્નાતક વિદ્યાર્થિની પોતાના પ્રેમી સાથે મંગળવારે બીચ પર ગઈ હતી. શરૂઆતની પૂછપરછમાં સાત લોકોને કસ્ટડીમાં લેવાયા હતા, ત્યારબાદ 10 લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓડિશામાં બીચ પર પ્રેમી સામે યુવતી પર સામુહિક દુષ્કર્મ, ચાર સગીર સહિત 10ની ધરપકડ

Odisha Rape Case : ઓડિશાના પ્રસિદ્ધ ગોપાલપુર બીચ પર 20 વર્ષિય મહિલા પર સામુહિક દુષ્કર્મની ઘટના મામલે આજે (17 જુન) ચાર સગીર સહિત 10 લોકોની દરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, ખાન કૉલેજની સ્નાતક વિદ્યાર્થિની પોતાના પ્રેમી સાથે મંગળવારે બીચ પર ગઈ હતી. શરૂઆતની પૂછપરછમાં સાત લોકોને કસ્ટડીમાં લેવાયા હતા, ત્યારબાદ 10 લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.

પ્રેમીના હાથ-પગ બાંધ્યા, પછી પ્રેમીકા પર દુષ્કર્મ આચર્યું

ગોપાલપુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, ‘તેણી અને તેનો પ્રેમી બીચ પર સુમસામ જગ્યાએ બેઠા હતા. આ દરમિયાન 10 લોકો ત્યાં આવી તેના પ્રેમીને ઘેરી લઈ હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ મહિલા પર એક પછી એક આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, એક આરોપી અન્ય રાજ્યમાં ભાગવાની ફિરાકમાં હતા, જોકે તેને ઝડપી લેવાયો છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચનો મોટો નિર્ણય, રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટની વધારી જવાબદારી, જાણો શું લીધો નિર્ણય

‘જધન્યો ગુનો હોવાથી સગીરોને પુખ્ત વયના લોકો ગણવામાં આવે’

એસપી સરવણ વિવેક એમએ કહ્યું કે, ‘ત્રણ લોકોએ મહિલા પર વારાફરથી દુષ્કર્મ કર્યું, જ્યારે અન્ય સાત લોકો ત્રણેયને સુરક્ષા આપી રહ્યા હતા. આ ઘટનાની તપાસ માટે વિશેષ પોલીસ દળની રચના કરવામાં આવી છે. પોલીસ કોર્ટને વિનંતી કરશે કે, સગીરોને પુખ્ત વયના લોકો તરીકે ગણવામાં આવે, કારણ કે તેઓ એક જધન્ય ગુનામાં સામેલ હતા. પીડિતાની મેડિકલ તપાસ કરાવાઈ છે. પોલીસે કહ્યું કે, પીડિતા અન્ય ત્રણ મહિલા સાથે ખાનગી મેસમાં રહેતી હતી.

આ પણ વાંચો : 'વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો', DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ