India

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટની વધારી જવાબદારી, જાણો શું લીધો નિર્ણય

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મતદાર યાદીમાં ગડબડીના આક્ષેપો કર્યા હતા. હવે ચૂંટણી પંચે આ આક્ષેપોનું નિવારણ લાવવા માટે નવી સિસ્ટમ ઉભી કરે છે. ચૂંટણી પંચે કહ્યું કે, જો કોઈ રાજકીય પક્ષ મતદાર યાદીમાં ગડબડીનો આક્ષેપ કરશે તો પોતે જવાબ આપવો પડશે. એટલે કે મતદાર યાદીમાંથી ઉમેરાયેલા કે દૂર કરાયેલા દરેક નામ માટે પાર્ટીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ મુજબ મતદાન કેન્દ્રો પર નિમણૂક કરાયેલા રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ (BLA) પાસેથી મતદાર યાદીમાં ઉમેરાયેલા કે દૂર કરાયેલા દરેક નામો મામલે લેખીત સંમતી લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટની વધારી જવાબદારી, જાણો શું લીધો નિર્ણય

Election Commission : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મતદાર યાદીમાં ગડબડીના આક્ષેપો કર્યા હતા. હવે ચૂંટણી પંચે આ આક્ષેપોનું નિવારણ લાવવા માટે નવી સિસ્ટમ ઉભી કરે છે. ચૂંટણી પંચે કહ્યું કે, જો કોઈ રાજકીય પક્ષ મતદાર યાદીમાં ગડબડીનો આક્ષેપ કરશે તો પોતે જવાબ આપવો પડશે. એટલે કે મતદાર યાદીમાંથી ઉમેરાયેલા કે દૂર કરાયેલા દરેક નામ માટે પાર્ટીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ મુજબ મતદાન કેન્દ્રો પર નિમણૂક કરાયેલા રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ (BLA) પાસેથી મતદાર યાદીમાં ઉમેરાયેલા કે દૂર કરાયેલા દરેક નામો મામલે લેખીત સંમતી લેવાશે.

પક્ષ ગડબનો આક્ષેપ કરશે તો BLAનો સંપત્તિ પત્ર બતાવાશે

ચૂંટણી પંચે કહ્યું કે, બીએલએ પાસેથી સંમતી મેળવી લેવાયા બાદ, જ્યારે કોઈ પક્ષ કોઈ બૂથ પર ગડબડ થઈ હોવાનો આક્ષેપ કરશે તો તેમને બતાવવામાં આવશે કે, ત્યાં બૂથ લેવલ એજન્ટે આવું કંઈ ન થયું હોવાની સંમતિ આપી હતી. એટલું જ નહીં, જો બૂથ લેવલ એજન્ટ મતદાર યાદીમાં નામ ઉમેરાયું હોવા મામલે કે પછી નામ કાઢી નખાયું હોવા અંગે કોઈપણ વાંધો ઉઠાવાશે, તો તેમણે લીધેલા નિર્ણયની સંપૂર્ણ વિગતો રાખવામાં આવશે. આ દરમિયાન ચૂંટણી પંચ પણ દરેક બૂથ પર બીએલએ હોવાનું સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો : 'વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો', DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ

ચૂંટણી પંચનો નવો આદેશ બિહારમાં અમલ લાવવાની સંભાવના

આ વર્ષે અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજોવાની છે, ત્યારે ચૂંટણી પંચ સંબંધીત સૂત્રોનું માનીએ તો, નવી સિસ્ટમ બિહારમાં અમલમાં લવાશે. આ માટે રાજકીય પક્ષો સાથે જોડાયેલા બૂથ લેવલ એજન્ડોને વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત બીએલએને કોઈના નામ પર વાંધો પડે તો તેમનો વાંધો કારણ સાથે નોંધવામાં આવશે. ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી તેની તપાસ કરશે અને નિર્ણય લેશે. જો તેમ છતાં રાજકીય પક્ષો કોઈ વાંધો ઉઠાવે તો તેઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને પછી રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ આ મુદ્દો પડકારી શકે છે.

આ પણ વાંચો : કાકા-ભત્રીજા એક થવાની અટકળો વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપમાં ગયેલા તકવાદીઓ માટે NCPમાં કોઈ જગ્યા નથી’