મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન
Image: IANS |
BJP Cross 100 in Rajya Sabha: ભાજપ સરકારને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભમાં એક મોટો રાજકીય લાભ મળ્યો છે. આગામી 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યસભામાં 100નો આંકડો પાર કરી લીધો છે, જે પાર્ટી માટે રાજકીય રીતે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે.
ભાજપની શક્તિ હવે 102 સાંસદો સુધી પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2022 બાદ પહેલીવાર થયું છે. આ વૃદ્ધિ ત્રણ નામાંકિત સભ્યોની ભાજપમાં સામેલ થવાના કારણે મળી છે. જે સિનિયર વકીલ ઉજ્ડવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને કેરળના સમાજસેવક સી સદાનંદન માસ્ટર છે.
આ પણ વાંચોઃ ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
ભાજપે બીજીવાર પાર કર્યો 100નો આંકડો
રાજ્યસભાની હાલની શક્તિ 240 સાંસદોની છે, જેમાં 12 નામાંકિત સભ્યો પણ સામેલ છે અને 5 બેઠકો ખાલી છે. એવામાં ભાજપની એકલા પાસે 102 સાંસદ છે. જોકે, એનડીએ ગઠબંધનની કુલ સંખ્યા વધીને 134 થઈ ગઈ છે, જે બહુમત માટે 121ના આંકડાથી ઘણી વધારે છે.
31 માર્ચ, 2022ના દિવસે 13 રાજ્યસભાની બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર કર્યા બાદ ભાજપ ભારતીય ઈતિહાસમાં સંસદના ઉપલા ગૃહમાં 100થી વધુ સાંસદોવાળી બીજી પાર્ટી બની ગઈ છે. આ પહેલાં 1988 અને 1990 વચ્ચે કોંગ્રેસને આ ગૌરવ મળ્યું હતું.
આ પણ વાંચોઃ બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી?
કોણ છે આ ત્રણ ચહેરા?
- ઉજ્જવલ નિકમઃ 26/11 મુંબઈ આતંકી હુમલામાં અજમલ કસાબને સજા અપાવનારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર. 2016માં પદ્મશ્રીથી સન્માનિત. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડ્યા હતા જોકે, ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો.
- હર્ષવર્ધન શ્રૃંગલાઃ 2020થી 2022 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. તે G20 સમિટ 2023ના ચીફ કોઓર્ડિનેટર પણ રહ્યા હતા. અમેરિકા અને બાંગ્લાદેશમાં ભારતના રાજૂદત તરીકે પણ કામ કરી ચુક્યા છે.
- સી સદાનંદન માસ્ટરઃ કેરળના ચર્ચિત સમાજસેવક અને શિક્ષક. 1994માં હિંસામાં તેમના પગ કાપી નાંખવામાં આવ્યા હતા, જેનો આરોપ સીપીએમ કાર્યકર્તાઓ પર લાગ્યો હતો. 2016માં ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
નોંધનીય છે કે, રાજ્યસભામાં 102 સાંસદો સાથે ભાજપ હવે સંસદના બંને ગૃહમાં મજબૂત પકડ રાખે છે. તેની સીધી અસર કાયદો પસાર કરવાની સ્પીડ, નીતિ લાગુ કરવાની સરળતા અને રાજકીય દબદબામાં જોવા મળશે. રાજ્યસભામાં મળેલી આ વૃદ્ધિ ન ફક્ત સાંસદોની સંખ્યામાં વધારો છે પરંતુ, એક રાજકીય સંકેત પણ છે કે, સરકાર હવે તેજ રફતાર સાથે ભાગવા તૈયાર છે.